ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 91 કેસો નોંધાતા ફફડાટ, 2 દર્દીઓના મોત

રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં કોરોના (Corona In Gujarat)એ ફરી એકવાર માથું ઊંચક્યું છે. ગુજરાતમાં આજે કોરોનાના 91 કેસો (corona cases in gujarat) નોંધાયા ફફડાટ જોવા મળ્યો છે. ચિંતાજનક વાત એ પણ છે કે રાજ્યમાં આજે 2 કોવિડ પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (corona active case in gujarat)નો આંકડો 600ને પાર પહોંચી ગયો છે.

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 91 કેસો નોંધાતા ફફડાટ, 2 દર્દીઓના મોત
Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 91 કેસો નોંધાતા ફફડાટ, 2 દર્દીઓના મોત
author img

By

Published : Dec 22, 2021, 10:23 PM IST

ગાંધીનગર: જામનગર બાદ રાજ્યના અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઓમિક્રોન (omicron in gujarat)નો પગપેસારો થઈ ચૂક્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો (Corona In Gujarat)માં વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 91 કેસો (corona cases in gujarat) નોંધાયા છે. અમદાવાદમાં ચિંતાજનક 25 કેસો નોંધાતા લોકોમાં ફફડાટ પેઠો છે. 2 દર્દીઓનું દુઃખદ (corona death in gujarat) મૃત્યુ નોંધાયું છે.

ડિસેમ્બરમાં 3 ઘણા વધ્યા કોરોનાના કેસ

રાજ્યમાં 5 કોર્પોરેશન અને 7 જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયા છે. આજે 41 દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા થયા બાદ રજા અપાઈ હતી. રાજ્યમાં હજુ પણ 637 એક્ટિવ કેસ (corona active case in gujarat) છે. ગુજરાતમાં દિવસેને દિવસે ઓમિક્રોનના કેસોની સાથે કોરોનાના કેસોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ કોર્પોરેશનમાં કેસો વધ્યા છે. કોરોના કેસોનો આંકડો નવેમ્બર મહિનામાં 30 આસપાસ જોવા મળતો હતો, જ્યારે આ કેસો ડિસેમ્બરમાં 3 ઘણા વધ્યા છે.

કોરોના વધ્યો છતાં લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે

કોરોનાના કેસોને વધતા અટકાવવા માટે તકેદારી રાખવી જરૂરી છે, જેની સામે લોકો વેક્સિન (vaccination in gujarat) લેવાનું ટાળી રહ્યા છે અને માસ્ક પહેરવામાં પણ બેદરકારી જોવા મળી રહી છે. જો આ જ સ્થિતિ રહી તો કોરોનાના કેસોમાં હજુ વધારો થવાની શક્યતા છે. જો કે ઓમિક્રોનનો ભય વધ્યો છે જેથી સઘન ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો

આજે 22 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 25 (corona cases in ahmedabad), સુરત કોર્પોરેશનમાં 16 (corona cases in surat), જામનગર કોર્પોરેશનમાં 05, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 07 (corona cases in rajkot) કેસો નોંધાયા હતા. જ્યારે જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 08 કેસો નોંધાયા છે. જ્યારે સૂરત અને દ્વારકામાં 2 દર્દીઓનું દુઃખદ મૃત્યુ થયું છે.

આજે 1.82 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન

કોરોનાના કેસોમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ વેક્સિનનો બીજો ડોઝ (second dose of corona vaccine in gujarat) લેવામાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં 1,82,360 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,76,843762 ડોઝ આપવામાં આવ્યા છે. પહેલા ડોઝમાં ગુજરાત પહેલાથી જ આગળ છે, પરંતુ ડ્યુ કેસો એટલે કે બીજા ડોઝમાં સમય વિત્યો છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 637 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 09 દર્દીઓ વેન્ટિલેટર પર અને 628 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,106 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,051 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.70 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: highest vaccinations the world in UAE: ઉચ્ચ રસીકરણ છતાં UAEમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા

આ પણ વાંચો: Corona Cases Vadodara : વડોદરામાં વધુ બે વિદ્યાર્થીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.