ETV Bharat / city

Corona In Gandhinagar: GNLU કેમ્પસ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, 35 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન - ગાંધીનગરમાં કોરોના કેસ

ગાંધીનગરની નેશનલ લૉ યુનિવર્સિટીમાં એક સાથે 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona In Gandhinagar) આવ્યા છે. રાયસણ ખાતે આ આવેલી નેશનલ લૉ યુનિવર્સિટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. 35 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

GNLU કેમ્પસ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર, 35 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન

author img

By

Published : Apr 9, 2022, 5:56 PM IST

ગાંધીનગર: ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી નેશનલ લૉ યુનિવર્સિટી (Gujarat National Law University)માં એક સાથે 35 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gandhinagar Municipal Corporation) દ્વારા નેશનલ લૉ યુનિવર્સિટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન (Micro content zones In Gandhinagar)માં ફેરવવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો હવે નેશનલ લૉ યુનિવર્સિટીમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ (Health Department Gujarat)ની સતત દેખરેખ હેઠળ તમામ વિદ્યાર્થીઓનું સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ (Corona Testing In Gandhinagar)ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

સતત દેખરેખ હેઠળ તમામ વિદ્યાર્થીઓનું સર્વેલન્સ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગના ધામા- 8 એપ્રિલના રોજ કોરોનાના 35 જેટલા પોઝિટિવ કેસ (Corona In Gandhinagar) સામે આવ્યા બાદ આજે સવારથી જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યના અધિકારીઓ અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે ધામા નાંખ્યા હતા અને તાત્કાલિક ધોરણે નેશનલ લૉ યુનિવર્સિટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફેરવી નાંખવામાં આવી છે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ (Corona Cases In Gandhinagar) આવ્યા છે તેમને હોસ્ટેલમાં એક અલગ રૂમમાં કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: XE Variant in Gujarat: વડોદરામાં XE વેરીએન્ટની એન્ટ્રી, વડોદરાના 67 વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટિવ

શું કહ્યું આરોગ્ય વિભાગના અધિકારીએ- ગુજરાત સરકારના આરોગ્ય નિયામક નીલમ પટેલે Etv Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નેશનલ લૉ યુનિવર્સિટીમાં પહેલા એક કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને વધુ 2 ટેસ્ટ પોઝિટિવ આવ્યા. ત્યારે સમગ્ર યુનિવર્સિટીમાં ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ગઈકાલે 160 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 35 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે આ તમામ લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ (Genome sequencing In Gandhinagar) માટે પણ મોકલી દેવામાં આવ્યા છે.

ઓફલાઈન શિક્ષણ બંધ- એકસાથે 35 જેટલા વિદ્યાર્થીઓ નેશનલ લૉ યુનિવર્સિટીમાં પોઝિટિવ આવતા યુનિવર્સિટીમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત નેશનલ લૉ યુનિવર્સિટીમાં કરવામાં આવી છે. જ્યાં સુધી સમગ્ર મામલો થાળે ન પડે ત્યાં સુધી નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Corona New Variant in Gujarat : નેશનલ લૉ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને કરાયા ક્વોરન્ટાઈન

તમામ યુનિવર્સિટીમાં અપાઈ સૂચના- ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી નેશનલ લૉ યુનિવર્સિટીમાં એક સાથે 35 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ રાજ્યમાં આરોગ્યતંત્ર અચાનક જાગ્યું છે. આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓને કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન થાય તે બાબતની કડક સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.