ETV Bharat / city

કોરોના અસર: સરકારી કર્મચારીઓને 3 મે સુધી બાયોમેટ્રિક અટેન્ડેન્સથી છૂટકારો

કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકડાઉનની સમય મર્યાદા 3 મે સુધી કરી હતી પણ અમુક શરતોને આધીન સરકારી કચેરી પણ ખોલવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા 33 ટકા સ્ટાફ સાથે કચેરીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં આવતાં કર્મચારીઓ માટે હાજરી પુરવા જે બાયોમેટ્રિક સિસ્ટમ અપનાવવામાં આવી છે તેમાં છૂટછાટ આપવાનો હુકમ કર્યો છે.

author img

By

Published : Apr 24, 2020, 3:07 PM IST

કોરોના
કોરોના

ગાંધીનગર: ગાંધીનગરના સચિવાલયના કર્મચારીઓને હાજરી પૂરવા વપરાતાં ઈલેક્ટ્રોનિક સ્માર્ટ કાર્ડને સ્વાઈપ કરવામાંથી અપાઈ મુક્તિ આપવામાં આવી છે. કોરોના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીના પ્રવેશ તથા નિર્ગમ સમયે હાજરી પૂરવા કરવામાં ઇલેક્ટ્રિક સ્માર્ટ કાર્ડને સ્વાઈપ કરવામાં આવતું હતું પણ ઈલેક્ટ્રોનિક મશીન પર અલગ-અલગ કર્મચારીઓના હાથથી સ્વાઈપ થવાને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત હોવાને ફક્ત મેન્યુલી હાજરી પુરવાની રહેશે. જ્યાં સુધી લોક ડાઉનની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી જ કર્મચારીઓને રાહત આપવામાં આવ્યું છે.

કોરોના અસર : સરકારી કર્મચારીઓને 3 મે સુધી બાયોમેટ્રિક એટેન્ડસથી છૂટકારો

રાજ્ય સરકારના વહીવટી વિભાગ દ્વારા ખાસ હુકમ અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં રાજયની સરકારી કર્મચારીઓ માટે 3 મેં સુધી બાયોમેટ્રિક સિસ્ટમ અમલી નહીં થઈ શકે, તમામ કર્મચારીઓ મેન્યુઅલી જ હાજરી પૂરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે બાયોમેટ્રિક સિસ્ટમને કારણે કોરોનાનું સંક્રમણ થવાના વધુ ચાન્સ હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.