ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં (Corona Cases in Gujarat) ઘટાડો અને રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 293 કેસ નોંધાયા છે. તો 729 દર્દી સાજા થયા છે. આ ઉપરાંત કુલ 8 દર્દીના મૃત્યુ થયા છે. કોરોનાના કેસની વિગતે વાત કરીએ.
આ પણ વાંચો- Curfew in Gujarat : 2 વર્ષ બાદ રાજ્યમાં કર્ફ્યુનો અંત, લગ્નમાં કેપેસિટીની અમુક અંશે છુટ..!
અમદાવાદમાંમાં કોરોનાના 112 કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અખબારી યાદી મુજબ અમદાવાદમાં પણ કોરોનાના કેસ (Corona Cases in Gujarat) ઘટી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 112 નવા કેસ નોંધાયા છે. તો 254 જેટલા દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 2 નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 7, રાજકોટમાં 11 અને બરોડામાં 30 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- Corona Cases In India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,102 નવા કેસ સામે આવ્યા, 278 લોકોના મોત
રાજ્યમાં આટલા લોકોનું થયું રસીકરણ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,15,002 લોકોનું કોરોના રસીકરણ (Corona Vaccination in Gujarat) કરવામાં આવ્યું છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 10,27,29,664 ડોઝનું રસીકરણ (Corona Vaccination in Gujarat) પૂર્ણ કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,08,013 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં અત્યારે કોરોનાના સક્રિય કેસની સંખ્યા (Corona Active Cases in Gujarat) 2,942 છે, જેમાં 34 વેન્ટિલેટર પર અને 2,908 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,919 નોંધાયા છે.