- હોમ આઇસોલેશ દ્વારા કોરોનાને હરાવી શકાય છે
- સામાન્ય લક્ષણ દેખાતા હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી
- તાપમાન અને ઓક્સિજન પલ્સ વારંવાર તપાસતા રહેવું જોઈએ
ગાંધીનગર : ડૉ તુષાર પટેલ કોરોના મહામારી અંગે જણાવતા કહે છે કે, હોમ આઇસોલેશન એક મહત્વની થેરાપી છે અને દર્દીઓ હોમ આઇસોલેશન દ્વારા પણ કોરોનાથી મુક્તી મેળવી શકે છે. ઘણા દર્દીઓ ફક્ત પેનિક થઈને હોસ્પિટલમાં દાખલ થયા હોય છે જેની કોઈ જરૂર નથી.
કોરોના સામે હોમ આઈસોલેશન એક મહત્વની થેરાપી છે
કોરોના સામે હાલમાં આપણે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે અને દર્દીઓને જેમ બને તેમ સારી સારવાર આપવાનો પ્રયાશ કરી રહ્યા છે, પંરતુ કેટલાક દર્દીઓ માત્ર પેનિક થઈને હોસ્પિટલમાં આ દખલ થતા હોય છે જેની કોઈ જરૂર નથી. માત્ર હોમ આઇસોલેશ દ્વારા પણ કોરોનાને મ્હાત આપી શકાય છે.
આ પણ વાંચો : કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. તેજસ પટેલની લોકોને વિનંતી, માસ્ક અવશ્ય પહેરો અને ભૂલ્યા વગર વેક્સિન લો
ધ્યાન રાખવા જેવી બાબતો
કોરોનાગ્રસ્ત દર્દી જે હોમ આઇસોલેશનમા રહે છે, તેમને વાંરવાર પોતાનું ઓક્સિજન લેવલ પલ્સ ઓક્સિમીટરથી માપતું રહેવું જોઈએ અને થર્મોમીટર દ્વારા તાપમાન માપતું રહેવુ જોઈએ, જો તાપમાનમાં વધારો જણાય તો પેરાસિટામોલનું સેવન 8-8 કલાકે કરવું જોઇએ. પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી જોઇએ અને વારંવાર પ્રવાહીનું સેવન કરવું જોઇએ.
આ પણ વાંચો : લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ
લોકો જલ્દી ગભરાઈ જાય છે
અમુક લોકો સહેજ લક્ષણ દેખાતા ગભરાઈ જાય છે અને હોસ્પિટલમાં એડમિટ થાય છે જેના કારણે બેડની અછત થાય છે અને ત્યાર બાદ અગવડ સર્જાય છે. જો વ્યક્તિને ઓક્સીજન અને તાપમાનમાં વધારો જણાય તો, શ્વાસ ચઢવા લાગે, ખુબ અશક્તિ લાગે તેવા દર્દીઓને હોસ્પિટ્સમાં દાખલ થવાની જરૂર છે. નહીં તો હોમ આઇસોલેશથી કોરોનાને હરાવી શકાય છે.