ETV Bharat / city

Corona Blast in Gujarat: ગુજરાતમાં 500ની પાર પહોંચ્યા કોરોનાના કેસ, કડક પગલાં માટે રહો તૈયાર

author img

By

Published : Dec 29, 2021, 10:54 PM IST

આફ્રિકાથી નીકળીને ઓમિક્રોન ભારત (Omicron in India)ના જુદા-જુદા રાજ્યોમાં પહોંચી ચૂક્યો છે. દિલ્હી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા કેસો (Corona Blast in Gujarat)ને ધ્યાનમાં લઈને ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં રાજ્યની કોર કમિટીની મીટિંગ મળશે. જેમાં રાજ્ય સરકાર નવા નિયંત્રણો લાદે તેવી શક્યતા છે. જેમાં લગ્ન સમારંભોમાં 400 વ્યક્તિઓની મંજૂરી ઘટાડીને અડધી કરાય તેવી શકયતા છે. નાઈટ કરફ્યુ 11 વાગ્યાની જગ્યાએ 09 વાગ્યાથી શરૂ થાય તેવી શક્યતા છે.

Corona Blast in Gujarat: ગુજરાતમાં 500ની પાર પહોંચ્યા કોરોનાના કેસ, કડક પગલાં માટે રહો તૈયાર
Corona Blast in Gujarat: ગુજરાતમાં 500ની પાર પહોંચ્યા કોરોનાના કેસ, કડક પગલાં માટે રહો તૈયાર

ગાંધીનગર: વિશ્વમાં અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. સાથે જ આફ્રિકાથી નીકળીને ઓમિક્રોન ભારતના જુદા-જુદા રાજ્યોમાં (Omicron in India) પહોંચી ચૂક્યો છે. દિલ્હી મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.

ગુજરાતમાં 500ની પાર પહોંચ્યા કોરોનાના કેસ

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા (Corona Blast in Gujarat) છે. અમદાવાદમાં આ આંકડો 250ની પાર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ 500થી વધી ગયા છે. કન્ટેન્મેન્ટ ઝોન ફરીથી શરૂ થઈ ગયા છે. તજજ્ઞોએ સાવચેતી નહીં રખાય તો ફેબ્રુઆરી અંતમાં કોરોનાની ત્રીજી લહેર (Third wave in India) શરૂ થવાની ઘોષણા કરી છે.

ગુરુવારે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં રાજ્યની કોર કમિટી (Gujarat Core Committee 2021)ની મીટિંગ મળશે. જેમાં રાજ્ય સરકાર નવા નિયંત્રણો લાદે તેવી શક્યતા છે. જેમાં લગ્ન સમારંભોમાં 400 વ્યક્તિઓની મંજૂરી ઘટાડીને અડધી કરાય તેવી શકયતા છે. નાઈટ કરફ્યુ 11 વાગ્યાની જગ્યાએ 09 વાગ્યાથી શરૂ થાય તેવી શક્યતા છે. રાજ્ય સરકાર અંતર્ગતના જાહેર ટ્રાન્સપોર્ટમાં 50% સીટીંગ કેપેસિટીને જ મંજૂરી મળે તેમ છે. મોલ મલ્ટીપ્લેક્સ સહિતના જાહેર સ્થળોએ ભીડ ભેગી ન થાય તેવા નિયંત્રણ આવી શકે છે. જાહેર મેળાવડાઓ રદ્દ થાય તેવી શકયતા છે. માસ્ક અંગે કડક ચેકીંગ શરૂ થશે.

ઋષિકેશ પટેલનું સંબોધન
કોર કમિટીની મિટિંગ બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન કોરોના વધતા કેસોને જોતા મહત્વની જાહેરાત કરે તેવી શકયતા છે.

આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે 548 કેસ નોંધાયા - અમદાવાદમાં કોવિડ બેફામ

આ પણ વાંચો: Jitu Vaghani on Child Vaccination: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન, 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.