ETV Bharat / city

ટિકિટની વહેંચણીને લઇ ભાજપમાં વિવાદ, રાજ્યના વિવિધ શહેરોમાં કાર્યકરોમાં ભડકો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 60 વર્ષથી વધુની ઉંમરના લોકો, 3 ટર્મથી ચૂંટાતા આવતા લોકો અને કોર્પોરેટરના સબંધીઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લીધા બાદ ભાજપે ઘણા નવા ચહેરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેથી રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપના કાર્યકરોએ સી.આર.પાટીલના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

ETV BHARAT
ટિકિટની વહેંચણીને ભાજપમાં વિવાદ
author img

By

Published : Feb 5, 2021, 6:07 PM IST

Updated : Feb 5, 2021, 10:18 PM IST

  • ટિકિટની વહેંચણીને લઇ ભાજપમાં વિવાદ
  • રાજ્યના વિવિધ શહેરોમાં કાર્યકરોમાં ભડકો
  • પ્રદિપસિંહ જાડેજાથી લઇને સી.આર.પાટીલ સુધી રજૂઆત

ન્યૂઝ ડેસ્કઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 60 વર્ષથી વધુની ઉંમરના લોકો, 3 ટર્મથી ચૂંટાતા આવતા લોકો અને કોર્પોરેટરના સબંધીઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લીધા બાદ ભાજપે ઘણા નવા ચહેરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જેથી રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપના કાર્યકરોએ સી.આર.પાટીલના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

ટિકિટની વહેંચણીને ભાજપમાં વિવાદ

અમદાવાદમાં 100થી વધુ લોકો ખાનપુર કાર્યાલય પહોંચ્યા

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકિટ લઈને ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે 6થી વધારે વોર્ડના 100થી વધુ લોકો ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, મામલો બગડતા રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા ખાનપુર કાર્યાલય દોડી આવ્યા હતા અને તમામ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ETV BHARAT
બંધ બારણે બેઠક

વડોદરામાં બંધ બારણે યોજાઈ બેઠક

રાજ્યના અમૂક શહેરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ જ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરામાં પણ ભાજપના યાદી જાહેર કરવા અગાઉ વિરોધ જોવા મળ્યો હતો. જે અંતર્ગત વોર્ડ નંબર 7 અને ૧૭ના કાર્યકરોએ સયાજીગંજ ખાતે શહેર ભાજપ પ્રમુખ સાથે બંધ બારણે બેઠક કરી હતી.

રાજકોટમાં ટિકિટ કપાયેલા લોકોએ પક્ષપલટો કરવાનો કર્યો ઈરાદો

રાજકોટમાં ભાજપની સ્થાનિક સ્વરાજની ઉમેદવારની યાદી જાહેર થઈ છે. જેમાં અનેક સિનિયર નેતાઓ 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મથી ચૂંટેલા સિનિયર નેતાઓની ટિકિટ કપાતાં નેતા નિરાશ થયા છે. ETV BHARAT સાથેની વાતચીતમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. બન્ને પક્ષમાં કેટલાક દાવેદારોએ ટિકિટની યાદી જાહેર થતા જ અન્ય પક્ષમાંથી ટિકિટ મેળવી ચૂંટણી જંગ ખેલવાનો ઇરાદો બનાવી લીધો છે. જાહેરમાં તો પક્ષના કોઇ પણ ઉમેદવારને જીતાડી દેવાની વાતો કરી રહ્યા છે, પરંતુ જો પોતાનું નામ ટિકિટની યાદીમાં ન આવ્યું તો પક્ષમાં જ રહીને ચૂંટણીમાં થાય તેટલું નુકસાન કરવાના પ્લાન પણ ઘડી રહ્યા છે.

સુરતમાં ગુજરાતી અને પરપ્રાંતિય લોકોનો વિરોધ

પાર્લામેન્ટ્રીના નિર્ણયનો વિરોધ

ભાજપ પાર્લામેન્ટ્રીના નિર્ણયનો સુરતમાં વિરોધ જોવા મળ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા નિર્ણય લેવાયો છે કે, ત્રણ ટર્મથી ચૂંટાયેલા કોર્પોરેટર અને 60 વર્ષની ઉંમરથી વધુની ઉંમરના કાર્યકર્તાને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે નહીં. જેનો વિરોધ કરવામાં આવ્યો છે.

ETV BHARAT
ઓરિસ્સા સમાજના લોકોનો વિરોધ

ઓરિસ્સા સમાજના લોકોનો વિરોધ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરૂવારે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરમાં 120 બેઠકો પર શહેરમાં ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા ઓરિસ્સા સમાજના એક પણ ઉમેદવારની જાહેરાત ન કરાઈ હોવાથી મોટી સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકો ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરીને સમાજમાંથી કોઈને ઉમેદવારી મળે તેવી માગણી કરી હતી. જો તેમ નહીં કરવામાં આવે તો ચૂંટણી બહિષ્કાર અને સામૂહિક રાજીનામાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

ETV BHARAT
ગુજરાતીને ટિકિટ નહીં આપતાં વિરોધ

વોર્ડ નંબર 27માં એક પણ ગુજરાતીને ટિકિટ નહીં આપતાં વિરોધ

ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે 120 બેઠક માટે પોતાના 119 ઉમેદવારોના નામની જાહેરાત કરતાં વિવાદ શરૂ થયો છે. આ વિવાદને લઇને મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચી રહ્યા હતા. ભાજપ જેથી કાર્યાલય બહાર સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને વોર્ડ નંબર 27ની વાત કરવામાં આવે તો ત્યાંના સ્થાનિક લોકો ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા આવ્યા હતા કે, 27,000 જેટલા ગુજરાતી સમાજના લોકો હોવા છતાં ભાજપે એક પણ ગુજરાતી ઉમેદવારને આ વોર્ડમાં ટિકિટ આપી નથી.

ETV BHARAT
પેજ પ્રમુખનું કાર્ડ સળગાવાયું

વોર્ડ નંબર 3માં પેજ પ્રમુખનું કાર્ડ સળગાવાયું

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 30 વોર્ડ માટે 119 નામો જાહેર કરાયા છે, જ્યારે એક નામ અંગે હજૂ પણ મથામણ ચાલુ છે. તેવામાં વોર્ડ નંબર 3માં ઉમેદવારોને લઈને વિરોધનો દોર શરૂ થયો છે. જેથી 200 જેટલા કાર્યકરો વરાછા ચીકુવાડી કાર્યાલય પર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સી.આર પાટીલ અને આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીને રજૂઆત કરી હતી. આ વિરોધ દરમિયાન કાર્યકરોએ પેજ પ્રમુખનું કાર્ડ સળગાવ્યું હતું.

Last Updated : Feb 5, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.