- ભાજપ કમલમમાં ચિંતન બેઠક
- બે દિવસીય ચાલશે ભાજપની ચિંતન બેઠક
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કરવામાં આવશે ચર્ચા
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી સમયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. આ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખે હાલમાં જ જિલ્લાના નવા માળખાની રચના કરી છે. હવે ભાજપના સંગઠનને મજબૂત બનાવવા તથા આગામી ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા પ્રદેશ ભાજપ દ્વારા બે દિવસ એટલે કે શનિ અને રવિ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગાંધીનગર ભાજપની ચિંતન બેઠક યોજાવાની છે. આ ચિંતન બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા પ્રદેશના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
સી.આર.પાટીલ ભાજપના પ્રમુખ બન્યા બાદ આ પહેલી ચિંતન બેઠક છે. જેમાં પ્રદેશપ્રમુખ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સંગઠનના પ્રધાનો સહિત ઉચ્ચ હોદ્દેદારો હાજર રહેશે. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ નેતાઓને કોઈ માર્ગદર્શન આપશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પ્રદેશ ભાજપની આ ચિંતન બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કારણ કે, પ્રદેશનું નવું સંગઠન માળખું જાહેર થયા પહેલા ચૂંટણીની તૈયારી અંગે આ બેઠકમાં ચર્ચા થશે. આ બેઠક બાદ પ્રદેશ ભાજપનું નવું માળખું પણ જાહેર થશે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની નવી ટીમ જાહેર થશે. આ ટીમ આગામી વિધાનસભાની ચૂંટણીઓ સુધી રહેશે.
સપ્તાહના અંતે ચિંતન બેઠકમાં યોજાશેે
સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત ભાજપ સામે સ્થાનિક પડકારો રહેલા છે. જેમાં ગુણાકારમાં સરકારની કામગીરી અને લોકોને થયેલી હેરાનગતિ મુખ્ય મુદ્દો રહેશે. જો કે અહીં આવ્યા બાદ સરકારને આ મુદ્દા પર રાહત મળશે તેવી આશા જોવા મળી રહી છે. ભાજપ આશા રાખી રહ્યું છે કે, ચૂંટણીઓ જાહેર થયા પહેલા ખેડૂત આંદોલનનો પણ અંત આવી જશે. વર્ષ 2015માં સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ મોટી સફળતા મળી હતી. ત્યારે આ વખતે ચૂંટણીઓમાં ભાજપ આશ્વસ્થ છે કે, ભવ્ય જીત મળશે જેના માટે મનોમંથન છે. આ સપ્તાહના અંતે ચિંતન બેઠકમાં યોજવામાં આવશે. આ બેઠક સરકાર અને સંગઠન વચ્ચેની મડાગાંઠ ઉકેલાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.