ETV Bharat / city

વિધાનસભામાં સરકારે કહ્યું કોલસાની વૈશ્વિક અછતના કારણે રાજ્યાના વીજ ઉત્પાદન ખર્ચમાં સતત વધારો - Constant increase in power generation costs

વિધાનસભા ગૃહમાં ખાનગી કંપનીઓ પાસેથી વધુ ભાવે વીજળી ખરીદી રહી છે, પરંતુ રાજ્ય સરકાર સરકારી યુનિટમાંથી ઓછું વીજળી પેદા કરી રહ્યા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા.

વિધાનસભામાં સરકારે કહ્યું કોલસાની વૈશ્વિક અછતના કારણે રાજ્યાના વીજ ઉત્પાદન ખર્ચમાં સતત વધારો

author img

By

Published : Mar 24, 2022, 3:07 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ખાનગી કંપનીઓ પાસેથી વધુ ભાવે વીજળી ખરીદી રહી છે, પરંતુ રાજ્ય સરકાર સરકારી યુનિટમાંથી ઓછું વીજળી પેદા કરી રહ્યા હોવાના વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ વધુ હોવાથી વીજ માંગને પહોંચી વળવા સરકારી વીજ મથકોમાં ઉત્પાદન થતી વીજળી સિવાય પણ અન્ય કંપનીઓ પાસેથી વીજળી ખરીદવી પડે છે.

આ પણ વાંચો: પોતાના 10 વીજમથક, છતાં તાતા, અદાણી,એસ્સાર જોડેથી ઊંચા ભાવે વીજળીની ખરીદી

વીજળી ઉત્પાદન કરવા ગુજરાત સરકાર પ્રયત્નશી :રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં માથાદીઠ વીજ વપરાશ 1,208 યુનિટ છે જેની સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2,388 યુનિટ છે. ગુજરાતમાં માથાદીઠ વીજ ઉત્પાદનને પહોંચી વળવા માટે સૌર ઊર્જા અને પવન ઊર્જા સહિતના પરંપરાગત સ્ત્રોત દ્વારા વીજળી ઉત્પાદન કરવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. સમગ્ર વિશ્વમાં કોલસાનો અછત છે, ત્યારે ગુજરાતમાં વીજ ઉત્પાદન માટે કોલસો બહારથી આયાત કરવો પડે છે જે મોંઘો પડતો હોવાથી વીજ ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

મેરીટ ઓર્ડર પધ્ધતિ મુજબ વીજ ખરીદી કરવાની : સરકારી વીજ મથકોમાં પ્રતિ યુનિટ ઉત્પાદન ખર્ચ રૂપિયા 4.76 છે જ્યારે આપણી જરૂરિયાત મુજબ અદાણી પાવર પાસેથી પ્રતિ યુનિટ રૂપિયા 3.39ના સસ્તા ભાવે વીજળી ખરીદવામાં આવેલ છે. ગુજરાત વીજ નિયમન આયોગના વિનિયમો (Regulations) મુજબ વિવિધ વીજ ઉત્પાદન સ્ત્રોતમાંથી મેરીટ ઓર્ડર પધ્ધતિ મુજબ વીજ ખરીદી કરવાની રહે છે. આમ, રાજ્ય હસ્તક, ખાનગી કે કેન્દ્ર સરકાર હસ્તકના વીજ મથકોની માલિકીને ધ્યાને ના લેતાં, તેના બળતણ ખર્ચના ભાવોને (સસ્તા થી મોંઘા) આધારે વીજ ખરીદી કરવામાં આવે છે.

આ પણ વાંચો: સરકારે 2 વર્ષમાં અદાણી પાવર પાસેથી 1929 કરોડની વીજળી ખરીદી, વિધાનસભામાં ખુલાસો

વર્ષ 2021માં 5550 મિલિયન યુનિટ વીજળી સરકારે ખરીદી : મુકેશ પટેલે વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું કે, કૃષિ અને ઉદ્યોગો સહિતના ઉપયોગ માટે ગુજરાતમાં વીજ માંગ વધતા સરકારી વિજમથકોથી મળતા ઉત્પાદન ઉપરાંત અદાણી પાવર પાસેથી વર્ષ 2018માં 6501 મિલિયન યુનિટ, વર્ષ 2019માં 13053 મિલિયન યુનિટ, વર્ષ 2020માં 6996 મિલિયન યુનિટ અને વર્ષ 2021માં 5550 મિલિયન યુનિટ વીજળી સરકારે ખરીદી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.