ગાંધીનગર: કોંગ્રેસે ગાંધીનગરમાં યોજાયેલા સ્વાભિમાન સંમેલન (Congress Yuva Swabhiman Sammelan)ને લઇને કહ્યું કે આ સંમેલન અહિંસક હતું. ગુજરાતના યુવાનો ભાજપ સરકારની નીતિથી પીડિત છે. આ આંદોલન ટૂંક સમય માટે નહીં પણ લાંબા સમય સુધી ચાલશે (Protest In Gujarat) તેવું કોંગ્રેસે નિવેદન આપ્યું છે. યુથ કોંગ્રેસના નેતા વિશ્વનાથ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જે યુવા સ્વાભિમાન સંમેલન યોજવામાં આવ્યું હતું તે અહિંસક હતું.
વાહનો ડિટેઈન કર્યા- તેમણે જણાવ્યું કે, આ આંદોલનથી અમે જે યુવાનો ભાજપ સરકારથી પીડિત છે, યુવાનો જે પેપર ફૂટવા (Paper Leak In Gujarat)ની ઘટનાથી પીડિત છે, બેરોજગાર (Unemployment In Gujarat) છે તે યુવાનોની વેદનાને વાચા આપવા માટે અહિંસક રૂપે આ સંમેલનમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, યુવાનોના આક્રોશથી ડરેલી સરકારે તાનાશાહી અને સરમુખત્યારશાહી સરકારે 2 દિવસ પહેલાથી જ ધરપકડ કરવાની શરૂઆત કરી દીધી હતી. જે ગાડીમાં કે વાહનમાં આવવાના હતા તે વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા.
ફોર્મની ફી સરકારના અધિકારીઓ ખાઈ જાય છે- રાજ્યના યુવાનોને ધાકધમકી આપવામાં આવી હતી. તેમ છતાં રાજ્યમાંથી મોટી સંખ્યામાંથી લોકો જોડાયા હતા. વિશ્વનાથ સિંહ વાઘેલાએ કહ્યું કે, ઘ સર્કલથી ગાંધીનગરમાં પ્રવેશતી વખતે પણ ઘર્ષણો થાય હતા. કોંગ્રેસે (Congress In Gujarat) યુવાનોની વેદનાને વાચા આપવા આ સંમેલન યોજ્યું હતું,પણ સરકાર આ યુવાનોથી ગભરાઈ ગઈ હતી. આ આંદોલન ખૂબ મોટું આંદોલન છે. છેલ્લા ઘણા સમયથી પેપર ફૂટી રહ્યા છે. પરીક્ષા ફોર્મ (Government Exam Fees In Gujarat) ભરતી વખતે જે ફી ભરવામાં આવે છે તે સરકારના અધિકારીઓ ખાઈ જાય છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે- રાજ્યમાં કૌભાંડ (Scandals In Gujarat) અને ભ્રષ્ટાચાર (Corruption In Gujarat) થઈ રહ્યો છે જેમાં રાજ્યના યુવાનોનું શોષણ અને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આવનારા સમયમાં હાઉસ સોર્સિંગની કઈ કંપની જોડાયેલી છે તેની તપાસ કરવામાં આવશે અને તપાસમાં સરકાર કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવશે તો તેની સામે પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.