ETV Bharat / city

Congress Yuva Swabhiman Sammelan: સરકાર બેરોજગારી મુદ્દે બોલતા ડરે છે એટલે કાર્યક્રમને મંજૂરી ન આપીઃ હાર્દિક પટેલ - ગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આજે યુથ કોંગ્રેસનો યુવા સ્વાભિમાન સંમેલન (Congress Yuva Swabhiman Sammelan) કાર્યક્રમ યોજાવાનો હતો. જોકે, કાર્યક્રમ પહેલા જ પોલીસે કોંગ્રેસ નેતાઓની અટકાયત કરી હતી. યુથ કોંગ્રેસના મતે, પોલીસે રાજ્યભરમાંથી 5,000 જેટલા કાર્યકર્તાઓની અટકાયત (Congress Protest at Satyagrah Chhavani Gandhinagar) કરી છે.

Congress Yuva Swabhiman Sammelan: સરકાર બેરોજગારી મુદ્દે બોલતા ડરે છે એટલે કાર્યક્રમને મંજૂરી ન આપીઃ હાર્દિક પટેલ

author img

By

Published : Mar 28, 2022, 10:43 AM IST

Updated : Mar 28, 2022, 2:57 PM IST

ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ કરવા (Congress Protest at Gandhinagar) પહોંચ્યા છે. ત્યારે પોલીસે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના અન્ય નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ લોકતંત્રના નિયમ વિરુદ્ધ કામ કરી રહી છે. ખરેખર બેરોજગારીના મુદ્દે સરકાર ડરે છે એટલે જ મંજૂરી નથી આપી.

લાઠી ખાવી પડે તો પણ ગાંધીનગરમાં ચક્કાજામ કરીશું જ - તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ફિક્સ પગાર અને આઉટસોર્સિંગના કર્મચારીઓ 25 વર્ષથી તેમને પર્મનેન્ટ કરો. એટલે અમે નક્કી કર્યું છે કે, કોઈ પણ સંજોગોમાં ભલે લાઠી પણ ખાવી પડે તો પણ અમે ગાંધીનગરમાં ચક્કાજામ કરવાના છીએ.

સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાયું - આપને જણાવી દઈએ કે, સત્યાગ્રહ છાવણી ખાતે આજે યુથ કોંગ્રેસનો યુવા સ્વાભિમાન સંમેલન કાર્યક્રમ (Congress Yuva Swabhiman Sammelan) છે. ત્યારે આ કાર્યક્રમ પહેલા જ પોલીસે રાજ્યભરમાંથી કોંગ્રેસના 5,000 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. અત્યારે સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. તો આ તરફ વિધાનસભા ફરતે પેટ્રોલિંગ કરવા પોલીસને આદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ આજે ભાજપ સરકારમાં અટવાયેલી ભરતીઓ અને પેપર ફૂટવાની વાતનો વિરોધ (Congress Protest at Satyagrah Chhavani Gandhinagar) કરશે. તો આ સંમેલનમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત છે..

લાઠી ખાવી પડે તો પણ ગાંધીનગરમાં ચક્કાજામ કરીશું જઃ મેવાણી
પોલીસે 5,000 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી

પોલીસ હાથમાં લાઠી અને હેલમેટ સાથે તૈયાર - સત્યાગ્રહ છાવણી જવાના મુખ્ય રસ્તા ઘ-0 ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સિવાય રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પોલીસ આવતાજતા વાહનો પર દેખરેખ રાખી રહી છે. તો પોલીસની મોટી ગાડીઓ ઘ-0 સર્કલ ખાતે ગોઠવી દેવાઈ છે.

પોલીસ હાથમાં લાઠી અને હેલમેટ સાથે તૈયાર

આ પણ વાંચોઃ Congress Yuva Swabhiman Sammelan: ગાંધીનગરમાં આજે કોંગ્રેસના સંમેલનને પોલીસ મંજૂરી ન હોવાથી ઘર્ષણ થાય તેવી શક્યતા

કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણની શક્યતા - તો આ તરફ ગાંધીનગર પોલીસ અને જિલ્લા કલેક્ટર કચેરીએ કોંગ્રેસના આ કાર્યક્રમને મંજૂરી આપી નથી. ત્યારે હવે કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે, સત્યાગ્રહ છાવણીથી કોંગ્રેસના કાર્યકર્તાઓ થોડા જ દૂર છે. તો ગાંધીનગર સિવાય આસપાસના જિલ્લાઓ જેવા કે, સાબરકાંઠા પોલીસની પણ મદદ લેવામાં આવી છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચ્યા ગાંધીનગર

ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત
ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત

આ પણ વાંચોઃ Congress Workers Join BJP In Surat: પાટીલનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું- કોંગ્રેસ એક ટાઇટેનિક બની ગયું છે, એના ડૂબવાની કેટલીક પળો બાકી

કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા ગાંધીનગર- યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીનગર પહોંચી ગયા છે. તો અત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે SP કક્ષાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત છે.

Last Updated : Mar 28, 2022, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.