ETV Bharat / city

SC, ST બીલ મુદ્દે કોંગ્રેસનો વોકઆઉટ, કહ્યું મતદાન થયું હોત તો ભાજપના 21 MLA સાથે હતાં - latestgujaratinews

ગાંધીનગર વિધાનસભામાં સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા SC, ST સપ્લાય બીલ રજૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ધારાસભ્ય દ્વારા મતદાનની માગ કરવામાં આવી હતી. પરંતુ અધ્યક્ષે ધ્વનિ મતદાનની મંજૂરી આપી હતી. ત્યાર બાદ તેને નામંજૂર કરવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ વોક આઉટ કર્યું હતું. તે દરમિયાન કોંગ્રેસના એસ.સી એસ.ટી સમાજના ધારાસભ્યો દ્વારા વેલમાં જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નૌશાદ સોલંકીએ કહ્યું કે, મતદાન કરાવવામાં આવ્યું હોત તો ભાજપના 21 MLAએ અમને મત આપ્યો હોત.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 12, 2020, 9:27 PM IST

ગાંધીનગર: ગાંધીનગર વિધાનસભામાં સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા SC, ST સપ્લાય બીલ રજૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ધારાસભ્ય દ્વારા મતદાનની માગ કરવામાં આવી હતી. પરંતુ અધ્યક્ષે ધ્વનિ મતદાનની મંજૂરી આપી હતી. ત્યાર બાદ તેને નામંજૂર કરવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોએ વોક આઉટ કર્યું હતું. તે દરમિયાન કોંગ્રેસના એસ.સી એસ.ટી સમાજના ધારાસભ્યો દ્વારા વેલમાં જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નૌશાદ સોલંકીએ કહ્યું કે, મતદાન કરાવવામાં આવ્યું હોત તો ભાજપના 21 MLAએ અમને મત આપ્યો હોત.

SC, ST બીલ મુદ્દે કોંગ્રેસનો વોકઆઉટ

આજે ક્રાંતિકારી આદિવાસી વિધેયક અમારા દ્વારા લાવવામાં આવ્યું હતું. આ વિધેયકને વિધાનસભામાં પસાર કરવા માટે ભાજપના અનુસુચિત જાતિ અને જનજાતીના ધારાસભ્યો પણ સમર્થન આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ સરકારે બહુમતીના જોરે આ વિધેયકને ગૃહમાંથી ઉડાડી દીધું છે. દલિત અને આદિવાસી સમાજને કચડી નાખવાનું આ કામ છે. ગુજરાતી પ્રજા તેમને અવશ્ય આ અંગે જવાબ આપશે. અમે આ વિધેયકને મતદાન કરી ગૃહમાં પસાર કરવાની માગણી કરી હતી. પરંતુ તેમણે ધ્વનિમાં જ પસાર કરી આવી વિધેયકને ઉડાડી દીધું છે.

નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા, ગુડ ગવર્નન્સ દિવસની,આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ગુટખા પ્રતિબંધ દિવસ, વિશ્વ પર્યાવરણની, સ્વાઇન ફૂલની જાહેરાતો માટે, ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી માટે,વાવાઝોડા સામે રક્ષણ મેળવવા માટે અને મહાત્મા મંદિર ખાતે ભરાતા સરપંચ સામે લોકોમાં પાછળ સરકાર દ્વારા ખુલ્લા હાથે ખર્ચવામાં આવ્યું છે.

સરકાર દ્રારા 4500 કરોડ રૂપિયામમાંથી 85 ટકા અન્ય જગ્યાએ ફાળવવામાં આવે છે. પરંતુ આ રૂપિયા પોતાના પ્રચાર પ્રસાર માટે ફાળવવામાં આવે છે. આ વિધેયકને પસાર કરવા માટે જો મતદાન થયું હોત તો ભાજપના જ 21 જેટલા ધારાસભ્યો વિધેયકના તરફેણમાં મતદાન કરતા એવું પણ તેમણે ઉમેર્યું હતુ. આવા ધારાસભ્યોને તેમની પક્ષની મર્યાદાઓને કારણે ખુલ્લા મને બહાર આવી શક્યા નથી.

આદિવાસી સમાજનાં ધારાસભ્ય અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે, આ વિધેયક SC, ST સમાજ માટે ઉપયોગી હતું અને તેમને ફાળવવામાં આવેલા નાણાનો સુનિશ્ચિત કરવાનું હતો. કેન્દ્રના આયોજન પંચ - નીતિ પંચ સમક્ષ વસ્તીના ધોરણે તેમના વિકાસ માટે નાણાં ફાળવવા જોઈએ તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત સરકારમાં બે લાખ 17 હજાર કરોડથી વધુના બજેટમાં એસટી એસસીના આ સમાજને ફાળવવામાં આવતી રકમ ખૂબ જ ઓછી છે. જો આ વિધેયક ગૃહમાં પસાર થઇ હોત તો અમને એટલો તો વિશ્વાસ રહેતા તે વિભાગમાં આવેલા રૂપિયા સમાજના વિકાસ માટે જ વપરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.