ETV Bharat / city

ગાંધીનગર મેયરના ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે કોંગ્રેસે મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર આપ્યું - કેતન પટેલ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને મેયર રીટાબેન પટેલના પતિ કેતન પટેલની ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે આવેદનપત્ર આપ્યું હતું.

ગાંધીનગર મેયરના ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે કોંગ્રેસે મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

author img

By

Published : Jan 4, 2021, 3:26 PM IST

Updated : Jan 4, 2021, 3:44 PM IST

  • મેયરના પતિ કેતન પટેલ વિરુદ્ધ કરાઈ ફરિયાદ
  • સેકટર 11માં બનાવવામાં આવી છે ગેરકાયદેસર બિલ્ડીંગ
  • મ્યુ.કમિશ્નરને આપવામાં આવ્યું આવેદનપત્ર
  • કોર્પોરેશન કોઈ કાર્યવાહી નહિ કરે તો કોર્ટમાં ફરિયાદની ચીમકી

ગાંધીનગર: રાજ્યમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાયદાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ જો કોઈ સત્તાધીશ ગેરરીતિ કરે તો તેને સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સોમવારના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને મેયર રીટાબેન પટેલના પતિ કેતન પટેલની ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે આવેદનપત્ર આપ્યું હતું.

ગાંધીનગર મેયરના ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે કોંગ્રેસે મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

સેકટર 11માં આવેલ બિલ્ડીંગ ગેરકાયદેસર

કોંગ્રેસના કોર્પોરેટર પિંકીબેને આક્ષેપ કર્યા કે, સેક્ટર 11માં આવેલ સ્કાયલાઇન નામનું 11 માળનું બિલ્ડિંગ ગેરકાયદેસર છે, સ્થાનિક તંત્ર દ્વારા ફક્ત સાત માળની જ પરવાનગી આપવામાં આવી છે, પરંતુ આ બિલ્ડીંગ મેયરના પતિ કેતન પટેલનું હોવાથી તેઓએ સત્તાનો દુરુપયોગ કરીને 11 માળનું બિલ્ડિંગ બનાવી નાખ્યું છે, ઉપરના સાત માળ ગેરકાયદેસર છે. જ્યારે આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતા પણ હજી સુધી કોઈ જ પ્રકારનો નિર્ણય આવ્યો નથી, જ્યારે સત્તાધીશો આ બાબતે માહિતી પણ આપતા ન હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો હતો.

જો 7 દિવસમાં કોઈ કામગીરી નહિ થાય તો થશે કોર્ટમાં ફરિયાદ

કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના પતિ કેતન પટેલ વિરુધ્ધ આવેદનપત્ર આપ્યું હતું, સાથે જ તેઓએ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી અને જો સાત દિવસની અંદર કોઈ પણ પ્રકારની કામગીરી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે કોર્ટમાં ફરિયાદ કરવાની ચીમકી પણ કોંગ્રેસના કોર્પોરેટરોએ આપી છે.

સમગ્ર ઘટના પર મેયર રીટા પટેલની ચુપ્પી

સમગ્ર ઘટના છેલ્લા પંદર દિવસથી ગાંધીનગરમાં ચર્ચાનો વિષય બની છે, પરંતુ ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ આ બાબતે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી તેવી પણ વાતો સામે આવી રહી છે.

Last Updated : Jan 4, 2021, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.