ETV Bharat / city

પ્રિ-મોન્સુનની કામગીરીને લઇને કોંગ્રેસ કર્યો વિરોધ અનોખો વિરોધ.... - Ahmedabad Municipal Commissioner

અમદાવાદમાં ભારે વરસાદને કારણે(Heavy rain in Ahmedabad) શહેરના લોકો ભારે મુશ્કેલી સર્જાઇ હતી. કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળ જતાં કોંગ્રેસ દ્વારા AMC ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શહેરના મોટા નેતા પણ આ વિરોધમાં જોડાયા હતા.

પ્રિ-મોન્સુન કામગીરી લઇ કોંગ્રેસ કર્યો વિરોધ....

author img

By

Published : Jul 13, 2022, 9:21 PM IST

અમદાવાદ: અમદાવાદમાં ભારે વરસાદના(Heavy rain in Ahmedabad) કારણે ઠેર ઠેર પાણી ભરાવા તેમજ રોડ પર ભુવા પડવાની ફરિયાદો સામે આવી હતી. કોર્પોરેશન પ્રિ-મોન્સુન કામગીરી(Ahmedabad Corporation operations) સદંતર નિષ્ફળ ગઈ છે. જેને પગલે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યા કોર્પોરેશન પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ, કોંગ્રેસ શહેર પ્રમુખ નિરવ બક્ષી, AMC વિપક્ષ નેતા(AMC Leader of the Opposition) શહેઝાદ ખાન પઠાણ સહિતના લોકો વિરોધમાં જોડાયા હતા.

કોર્પોરેશન પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળતા માટે કોંગ્રેસ દ્નારા વિરોધ કરવામાં આવ્યો હતો

કોર્પોરેશનની ડ્રેનેજ સિસ્ટમ ફેલ - અમદાવાદ પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં પાણીમાં ગરકાવ થઇ ગયુ હતુ. સતત બે દિવસ સુધી પાણીનો નિકાલ થયો ન હતો. શહેરની અનેક સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિ મોન્સુન કામગીરી(Premonsoon operations Ahmedabad Municipal Corporation) નિષ્ફળ ગઈ છે. શહેરના વિવિધ રસ્તા પર ભૂવા પડ્યા હતા. અનેક ગાડી ભુવા પડી અને લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. જેના પગલે કોંગ્રેસ દ્વારા અમદાવાદ કોર્પોરેશનનો ઘેરાવો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Monsoon Gujarat 2022: રાજકોટના આ રહીશોનું જનજીવન 24 કલાક માટે થંભી ગયું

ગોમતીપુરના કોર્પોરેટર પાટાપીંડી કરીને પહોંચ્યા - ગોમતીપુર વોર્ડના ધારાસભ્ય(MLA of Gomtipur ward) ઇકબાલ શેખ પાટાપીંડી બાંધીને વિરોધ કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં કોર્પોરેશનની(Premonsoon Operations of AMC) ગંભીર બેદરકારીને કારણે આજે શહેરના મોટાભાગના રસ્તા હાલત ખરાબ છે. જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવા છતાં કોર્પોરેશન કોઈ પણ ગંભીરતા દાખવી રહી નથી. અમદાવાદ મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરાના હાય રે હાયના નારા લગાવ્યામાં આવ્યા હતા.

વિરોધ કરે તે પહેલા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

વિરોધ કરે તે પહેલા પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો - કોર્પોરેશન પ્રિ-મોન્સુન કામગીરી નિષ્ફળતા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ વિરોધ શરૂ કરવામાં આવે તે પહેલા કોર્પોરેશન પોલીસ છાવણીમાં ફેલાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા. કોર્પોરેશન બન્ને દરવાજા બંધ કરી દેતા કોંગ્રેસ કાર્યકર્તા રસ્તા પર ઉભા રહેતા ચારેબાજુ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ - ડ્રેનેજ લાઇન અને રોડ રસ્તાની યોગ્ય કામગીરીમાં ભ્રષ્ટાચાર કરનાર અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને શહેરની જનતા જે લોકોને નુકસાન થયું છે. તેને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી સાથે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને આવેદન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાને મળશે વધુ એક અંડર બ્રિજની ભેટ

વિરોધ કરવો એ કોંગ્રેસની ફરજ છે - સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જણાવ્યું હતુ કે, કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી સંપૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ વિરોધ કરવો એ તેમની ફરજ છે. અમદાવાદમાં આજે 90 ટકા પાણી નિકાલ કરી દેવામાં આવ્યો છે. હાલમાં જે પાણી ભરાયેલા છે તે નીચાણવાળા વિસ્તારમાં છે. તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં અમદાવાદ શહેરમાં 25 જેટલા ભુવા પડ્યાની ફરીયાદ આવી છે. આગામી ત્રણ દિવસમાં નિકાલ લાવવાની ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.