- કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર
- Pegasus જાસૂસીકાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ કરવાની માગ
- રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓના ફોન ટેપ થયાં હોવાનો અમિત ચાવડાનો આક્ષેપ
- રાજભવન જવા કોંગ્રેસના નેતાઓ માટે પોલીસની ગાડી હતી સ્ટેન્ડબાય
- પોલીસ જોડે ચર્ચા કર્યાં બાદ પગપાળા ગયાં કોંગ્રેસના નેતાઓ
ગાંધીનગર: દેશમાં Pegasus જાસૂસી કાંડ સંસદમાં હોબાળા બાદ હવે ગુજરાતમાં પણ તેના પડઘા પડયા છે કોંગ્રેસના ( Congress ) નેતા રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાની સૂચના આપી હતી. ત્યારે આજે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યને ( Governor Devvrat Acharya ) આવેદનપત્ર પાઠવીને જાસૂસીકાંડની સમગ્ર ઘટનાની સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તટસ્થ તપાસ થાય તેવી માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા અને રાજભવન દ્વારા ફક્ત આઠ જ કોંગ્રેસ નેતાઓને પરવાનગી આપવામાં આવી હોવા છતાં 70થી વધુ લોકો હાજર રહ્યાં હતાં.
ગુજરાતની ચૂંટણીઓ નેતાઓના ફોન થાય છે ટેપ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત સરકાર પણ આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે. ત્યારે ત્યારે કોંગ્રેસના ( Congress ) નેતાઓના પણ ટેપ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે વર્ષ 2017 અને 2020ની રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સભ્યો અને નેતાઓના ફોન ટેપ કરવામાં આવતાં હતાં. જ્યારે તેમના પરિવારજનોને પણ જાસૂસી કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યા હતાં.
આ પણ વાંચોઃ મંદી, મોંઘવારી અને મહામારીથી ધ્યાન ભટકાવવા ‘પેગાસસ’ જાસૂસી કાંડનો રીપોર્ટ લવાયો હોવાની ચર્ચા
આ પણ વાંચોઃ Monsson Session of Parliament: આજે સંસદમાં હોબાળો થવાની શક્યતા, IT પ્રધાન જાસૂસી કાંડ મુદ્દે આપશે જવાબ