ગાંધીનગરઃ કોંગ્રેસે આ વિધેયકનું સમર્થન કર્યું છે, પણ સરકારની કામગીરીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસનું માનવું છે કે, ગુજરાત પાસે પહેલેથી જ કડક કાયદા છે. પરંતુ સવાલ કાયદાના અમલની વર્તમાન સરકારની મનશા ઉપર રહેલો છે. સરકાર કડક કાયદાઓ એટલા માટે બનાવી રહી છે કે, પોલીસ અધિકારીઓ વધુ કાળી કમાણી કરી શકે અને છેલ્લે તે રકમ સરકાર સુધી પહોંચે, આમ સરકારની મથરાવટી મેલી છે.
રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના બિલ પર કોંગ્રેસનું સરકારને સમર્થન પણ સરકારની નિયત ઉપર શંકા
પાછલા કેટલાંક સમયથી ગુજરાતમાં નશીલા દ્રવ્યો, વ્યાજખોરોનો આતંક, સાઇબર ક્રાઈમ, જાતીય સતામણી અને જુગાર જેવા દૂષણો વધી રહ્યાં છે. ત્યારે આવા ગુના સાથે સંકળાયેલા લોકોને વધુ કડક અને લાંબી સજા થતી માટે ગુજરાત સરકાર દ્વારા અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા વિધાનસભામાં બિલ પસાર કરવા માટે આજે ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસનું ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના વિધેયક પર સરકારને સમર્થન પણ સરકારની નિયત ઉપર શંકા