ETV Bharat / city

રાજ્યમાં મેડિકલની તમામ હળતાલો પૂર્ણ, રાજ્ય સરકારે તમામ માગ સ્વીકારી - ગાંધીનગરના તાજા સમાચાર

રાજ્યમાં કોરોના સંક્રમણ અને સતત વધવાની પરિસ્થિતિ હતી ત્યારે ગુજરાતમાં ટીચર્સ મેડિકલ એસોસિએશન, GMERS અને નર્સ એસોસિએશન દ્વારા સરકારી હોસ્પિટલોમાં હડતાલની જાહેરાત કરી હતી. જેમાં સરકાર સાથે અનેક બેઠકો બાદ પર કોઈ નિર્ણય ન આવતા આજે શુક્રવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે સમગ્ર દિવસ દરમિયાન 3 બેઠકનું અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં મેડિકલની તમામ હળતાલો પૂર્ણ
રાજ્યમાં મેડિકલની તમામ હળતાલો પૂર્ણ
author img

By

Published : May 14, 2021, 10:51 PM IST

  • રાજ્ય સરકારે તમામ મેડિકલ હડતાલનો સુખદ અંત લાવ્યો
  • રાજ્યમાં ચાલી રહેલી 3 હડતાલ પૂર્ણ
  • પ્રદિપસિંહ જાડેજાએ તમામ આગેવાનો સાથે બેઠક કરી લીધો નિર્ણય
  • ટીચર્સ મેડિકલ એસોસિએશન, GMERS અને નર્સ એસોસિએશનની હડતાલ પૂર્ણ

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ અને સતત વધવાની પરિસ્થિતિ હતી ત્યારે ગુજરાતમાં ટીચર્સ મેડિકલ એસોસિએશન, GMERS અને નર્સ એસોસિએશન દ્વારા સરકારી હોસ્પિટલોમાં હડતાલની જાહેરાત કરી હતી. જેમાં સરકાર સાથે અનેક બેઠકો બાદ પર કોઈ નિર્ણય ન આવતા આજે શુક્રવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે સમગ્ર દિવસ દરમિયાન 3 બેઠકનું અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં ચાલી રહેલ મેડિકલ વિભાગની 3 અલગ-અલગ આંદોલન અને હડતાલને સ્થગિત કરવાની જાહેરાત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

રાજ્યમાં મેડિકલની તમામ હળતાલો પૂર્ણ

આ પણ વાંચોઃ GMERS નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની બીજા દિવસે હડતાલ યથાવત્

ટીચર્સ મેડિકલ એસોસિએશનનો મહત્વનો મુદ્દો NPA સ્વીકારાયો

રાજ્ય સરકાર દ્વારા ટીચર્જ મેડિકલ એસોસિએશનની 11 પૈકી 10 માગણી ગઈકાલે ગુરુવારે જ સ્વીકારી લેવામાં આવી હતી, પરંતુ એક માંગણીના કારણે હડતાલ પાછી ખેંચવાનું મેડિકલ એસોસિએશન દ્વારા મનાઇ ફરમાવવામાં આવી હતી, ત્યારે આજે શુક્રવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે વિગત વાત થયેલી ચર્ચા બાદ મેડિકલ એસોસિયેશને હડતાલ બંધ કરવાની જાહેરાત કરી છે. NPAનો મુદ્દો મહત્વનો હતો જે 2016થી સમગ્ર દેશમાં સાતમું પગાર પંચ લાગ્યું ત્યારથી તેણને લાભ મળતો નહોતો, પરંતુ હવે તેમને આ લાભ ટૂંક સમયમાં આપવામાં આવશે. આ ઉપરાંત આ બાબતે રાજ્ય સરકાર કાયદેસરની કાર્યવાહી કરીને તેમને લાભ આપશે તેવું પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

GMERS અને નર્સિંગ સ્ટાફનો મુદ્દો પણ પૂર્ણ

ઉલ્લેખનીય છે કે, મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જી.એમ.ઇ.આર.એસ અને નર્સિંગ સ્ટાફ દ્વારા પણ હડતાલ કરવામાં આવી હતી અને તેમની છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓની માગ કરવામાં આવી હતી. જેમાં આજે શુક્રવારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ફરીથી બેઠક યોજીને જી.એમ.ઇ.આર.એસ અને નર્સિંગ સ્ટાફના આંદોલનના તમામ જે મુદ્દાઓ હતા તેમને રાજ્ય સરકાર તરફથી સ્વીકાર કરવામાં આવ્યો છે. ગઇકાલે ગુરુવારે મોડી રાત્રે પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના નિવાસ્થાને ખાસ બેઠક યોજાઇ હતી. આમ આજે શુક્રવારે બપોરે માગ સંતોષાયા બાદ હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ ધારપુર હોસ્પિટલના તબીબી શિક્ષકો તમામ કામગીરીથી અળગા રહી હડતાલ પર ઉતર્યા

NPA મુદ્દે સરકારને પડશે ભારણ

રાજ્ય મેડિકલ ટીચર્સ એસોસિએશનના 11માં જે રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે તેમાં રાજ્ય સરકારને હવે વધુ ભારણ પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. વર્ષ 2017થી સાતમા પગાર પંચ દ્વારા મળતું npa હજી સુધી રાજ્ય સરકારે ડૉક્ટર્સને ચૂકવ્યું નથી, ત્યારે આ મુદ્દે હવે જો નાણાં ચૂકવવામાં આવશે તો રાજ્ય સરકારને કોરોના કાળ દરમિયાન વધુ ભારણ સરકારી તિજોરી પર પડશે. આ કેટલું ભારણ પડશે તે બાબતે રાજ્ય કક્ષાના પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કોઈ પ્રકારનો આંકડો જાહેર કર્યો નથી, પરંતુ આ બાબતે હજી સુધી ઉચ્ચ કમિટીએ ચર્ચા વિચારણા થઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.