ETV Bharat / city

CM રૂપાણી અનલોક-1ના પ્રથમ દિવસે સચિવાલયમાં હાજર, પ્રથમ દિવસે કમિટીની બેઠક યોજી

કોવિડ-19ની પરિસ્થિતી બાદ રાજ્યમાં થયેલા નુકસાન બાબતે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જે કમિટીના પ્રાથમિક રિપોર્ટ પર સોમવારે અનલોક-1ના પ્રથમ દિવસે જ સંકુલ-1 ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ફરીથી બેઠક યોજવામાં આવી હતી. જેમાં કમિટી દ્વારા સુપ્રત કરવામાં આવેલા રિપોર્ટ પર ચર્ચા થઈ હતી.

CM રૂપાણી
CM રૂપાણી
author img

By

Published : Jun 1, 2020, 3:37 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19 દરમિયાન લાગૂ કરવામાં આવેલા લોકડાઉનમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને ફરી ધમધમતું કરવા માટે અને આર્થિક ગતિવિધિઓમાં સુધારના પગલાંના આયોજનો માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. રચાયેલી ડૉ.હસમુખ અઢિયા કમિટિએ ઇકોનોમીક રિવાઇવલ માટેનો વચગાળાનો અહેવાલ રાજ્ય સરકારને તાજેતરમાં સુપરત કર્યો છે.

CM રૂપાણી અનલોક-1ના પ્રથમ દિવસે સચિવાલયમાં હાજર, પ્રથમ દિવસે કમિટીની બેઠક કરી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે અનલોક-1 હેઠળ સચિવાલય સ્વર્ણિમ સંકુલના મુખ્યપ્રધાન કાર્યાલયથી કાર્યારંભ કરતાની સાથે ઉચ્ચ સ્તરિય બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કૃષિપ્રધાન આર.સી.ફળદુ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ તથા ઊર્જા પ્રધાન સૌરભ પટેલે હાજરી આપી ઉચ્ચ અધિકારીઓ સાથે આ વચગાળાના અહેવાલ રિપોર્ટની પ્રારંભિક ચર્ચા-વિચારણા હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.