- રાજ્યમાં અધિકારો વચ્ચે ક્લેશ
- હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1 કક્ષાના અધિકારીઓ આમને-સામને
- 2 અધિકારીઓ વચ્ચેની આંતરિક લડાઈ CM રૂપાણી સુધી પહોંચી
- ડેપ્યુટી ડાયરેક્ટર ઉમેશ ઓઝાએ પુરાવા સાથે CMને ફરિયાદ કરી
ગાંધીનગર: સરકારી કચેરીમાં એક અધિકારી બીજા અધિકારી તરફથી રેસ ભાવ રાખવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આજે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા જૂની સચિવાલય ખાતે પણ એક આવી જ ઘટના સામે આવી છે. રાજ્યની હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1ના 2 કર્મચારીઓ આમને-સામને આવી ગયા છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
CM વિજય રૂપાણીને ફરિયાદ, અધિકારી સામે તપાસ
મહત્વની વાત કરવામાં આવે તો 2 અધિકારીઓ વચ્ચેનો આંતરિક ઝગડો હવે CM વિજય રૂપાણી સમક્ષ પહોંચ્યો છે, ત્યારે લેખિત ફરિયાદના આધારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હિસાબ અને તિજોરી વિભાગના નિયામક સામે પગલાં લેવાનો હુકમ પણ કર્યો હોવા છતાં પણ અધિકારી સામે તપાસમાં ઢીલી નીતિ રાખવાનું સામે આવ્યું છે. ડે. ડાયરેક્ટર ઉમેશ ઓઝાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, ભટ્ટના અમૂક અધિકારીઓ સાથે સારા સંબંધ હોવાને કારણે તેમની વિરુદ્ધ જલ્દીથી તાપસ થઈ રહી નથી. જ્યારે આ તાપસ હવે વધુ ઝડપી થાય તેવી માગ ઉમેશ ઓઝાએ કરી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર: હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1 કક્ષાના બે અધિકારી આમને-સામને
નિયામક અને ડે. ડાયરેક્ટર આમને-સામને
રાજ્યની હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1 કક્ષાના 2 અધિકારીઓ જે નિયામક અને બીજા અધિકારી ડે.ડાયરેક્ટરની ફરજ બજાવે છે, તે એક બીજાની વિરુદ્ધ આવી ગયા છે. જેમાં નિયામક દ્વારા ડેપ્યુટી ડાયરેક્ટરને દારૂના ખોટાં કેસમાં ફસાવાયા હોવાની CMને ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત નિયામક કચેરીમાં દારૂની બોટલ રાખી હોવાનો વીડિયો ફરિયાદીએ વાયરલ થયો હોવાની વાત સામે આવી છે, જ્યારે 15 મહિના જૂની ફરિયાદ હોવા છતાં પણ અધિકારી સામે કોઈપણ પગલાં ન ભરાતા ડેપ્યુટી ડાયરેક્ટરે અન્ય અધિકારીઓનો સપોર્ટ હોવાની વાત પણ ખુલ્લો આક્ષેપ કર્યો હતો.
મંજૂરી વગર 7 વખત વિદેશ પ્રવાસ
ડે.ડાયરેક્ટર ઉમેશ ઓઝાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, એ હિસાબી અને તિજોરી કચેરીના વર્ગ 1ના અધિકારી નિયામક દ્વારા સરકારની મંજૂરી વગર 7 વખત વિદેશ પ્રવાસ કરાયો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે, જ્યારે આ સમગ્ર બાબતે ETV Bharat દ્વારા નિયામક હિસાબી અને તિજોરી અધિકારી ચારુ ભટ્ટના નિવેદન માટે જૂની સચિવાલયમાં બ્લોક 17માં આવેક કચેરી ખાતે ગયા હતા પણ ભટ્ટે મીડિયાને મળવાનું ટાળ્યું હતું અને તેમના PA દ્વારા મેસેજ મોકલાવીને નિવેદન આપવાની ના પાડી હતી.