ETV Bharat / city

CM રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન 6 મહિનામાં 9,255 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું - cm rupani

દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે ગુજરાતની વિકાસ યાત્રા કોરોના મહામારી વચ્ચે પણ વણથંભી રહી છે. CM રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન 6 મહિનામાં 9,255 કરોડ રૂપિયના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું છે.

CM રૂપાણી
CM રૂપાણી
author img

By

Published : Sep 8, 2020, 6:37 PM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના કાળ દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકા તથા શહેરોમાં ગત 6 મહિનામાં 9,255 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું છે. જેમાં મંગળવારે વડોદરા શહેરમાં 322 કરોડ રૂપિયાના વિવિધ કામોનું લોકાર્પણ કરાયું તેમજ વીડિયો કોન્ફરન્સથી ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોનાના કપરા કાળ દરમિયાન પણ વિકાસની યાત્રા થંભે નહીં તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં સમગ્ર વિશ્વમાં વિકાસ થકી જ ગુજરાતનું નામ ગુંજી રહ્યું છે. ત્યારે ગુજરાતે આ વિકટ સમયમાં પણ રાજ્યમાં 9,255 કરોડ રૂપિયાના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરીને વિકાસને અટકવા દીધો નથી. ગુજરાત હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે, આ સાથે જ સમયસર કામ ઉપાડીને પૂરા કરવાનો અભિગમ અપનાવી જાહેર જનતાને લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત રહી છે.

CM રૂપાણી
CM રૂપાણીએ કોરોના મહામારી દરમિયાન 6 મહિનામાં 9,255 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

વડોદરા શહેરમાં 44 કરોડના વિવિધ લોકાર્પણ અને 279 કરોડના ખાતમુહૂર્તના કામ મળીને કુલ 322.66 કરોડના વિવિધ કામોને ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયા હતા.

મુખ્ય વિજય રૂપાણી અન્ય જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સિરામિક ઉદ્યોગ અને ગેસ બીલમાં 100 ટકા રાહત પણ આપવામાં આવી છે. આ રાહતના કારણે સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળશે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામિક ઉદ્યોગકારો અને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં 2.50 રૂપિયા વધારાની રાહત આપવામાં આવશે. જ્યારે રાજ્ય સરકારે અગાઉ પણ પ્રતિ 2 રૂપિયાની રાહત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.