ETV Bharat / city

ગાંધીનગર: સીએમ રૂપાણીએ જનસ્મોલ ફાઇનાન્સ બેંકની 15 શાખાઓનું ઇ-લોકાર્પણ કર્યું - આત્મનિર્ભર ગુજરાત યોજના

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જનસ્મોલ ફાઇનાન્સ બેંકની 15 શાખાઓનું ઓનલાઈન ઇ-લોકાર્પણ કર્યું હતું. આ અંગે નિવેદન આપતા તેમણે આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી બેંકો વર્તમાન સમયની માગ છે તેમ જણાવ્યું હતું.

cm vijay rupani
cm vijay rupani
author img

By

Published : Dec 21, 2020, 7:03 PM IST

  • આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યના 2.5 લાખ લોકોએ મેળવી સહાય
  • નાના ધંધા-રોજગાર કરનારા લોકોને રૂ.2500 કરોડનું ધિરાણ મળ્યું

ગાંધીનગર : જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાત સ્થિત 15 શાખાઓનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનો જે લક્ષ્યાંક લઈને ચાલી રહ્યા છે તેમાં આવા નાના માણસો સ્વરોજગાર કરનારાઓ બેન્કોમાંથી લોન સહાય મેળવી પોતાનું યોગદાન આપી શકશે. આ માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ-મુડી પહોંચે તે આવશ્યક છે.

જન સ્મોલ ફાઇનાન્સ બેંક સામાન્ય માણસોની મોટી બેન્ક છે: સીએમ રૂપાણી

નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે તેવું સૂચન સીએમ રૂપાણીએ કર્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ સામાન્ય માણસોના હાથમાં મૂડી પહોંચશે

સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ રાજ્યના 2.5 લાખ લોકોને રૂ. 2500 કરોડનું ધિરાણ મળ્યું છે. અરજદારોને 2% વ્યાજે 1 લાખ અને 4% વ્યાજે 2.5 લાખની લોન મળી છે. રાજ્ય સરકારે ક્રમશ: 6% અને 4% વ્યાજની સબસિડી આપી છે. રાજ્યની કો-ઓપરેટીવ્સ બેંકોએ પણ નાના માણસોની મોટી બેંક બની લોકોને ધિરાણ આપ્યું છે. સામાન્ય માણસોના હાથમાં મૂડી પહોંચતા તેઓ બે પાંદડે થશે. ગુજરાતનું અર્થતંત્ર આગળ વધશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બેંક મેનેજર આંખની ઓળખાણથી ધિરાણ આપતા હોય છે. લોકો જાત જામીનગીરી પર લોન લેતા હોય છે. જન સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નામ પ્રમાણે જન-સામાન્યની બેંક બની રહેશે.

કઈ કઈ જગ્યાએ ઇ-લોકાર્પણ કરાયું

ભાવનગર, ભરુચ, ઘાટલોડીયા, મોડાસા, વરાછા, ભુજ, મહેસાણા, વલસાડ, ગોધરા, હિંમતનગર, જુનાગઢ, રાજકોટ, કલોલ, નારોલ અને પાટણ ખાતેની જન સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓના ઇ-લોકાર્પણ સીએમ રૂપાણીએ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.