ETV Bharat / city

CM રૂપાણીએ સુરતના વિકાસ માટે વર્ષ 2035ના પ્લાન મંજૂર કર્યા

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતના ડેવલપમેન્ટ પ્લાન 2035ને આખરી મંજૂરી આપી છે. આથી સુરત શહેર માટે વિકાસની વધુ તકોના દ્વાર ખુલશે. જ્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વેની બંન્ને બાજુ એક કિલોમીટરના કામરેજથી પલસાણા સુધીના 50 ચો.કિલોમીટર વિસ્તારના હાઈ ડેન્સિટી રેસિડેન્શિયલ કોમર્શિયલ ડેવલપમેન્ટ થઈ શકશે.

CM રૂપાણીએ સુરતના વિકાસ માટે વર્ષ 2035ના પ્લાન મંજૂર કર્યા
CM રૂપાણીએ સુરતના વિકાસ માટે વર્ષ 2035ના પ્લાન મંજૂર કર્યા
author img

By

Published : Oct 8, 2020, 6:09 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાનગરો અને નગરોના ઝડપી વિકાસ સાથે ડીપીની પરવાનગી આપવાનો નિર્ણય કર્યો છે. SUDA દ્વારા મુખ્યપ્રધાનને મંજૂરી માટે પ્લાન મોકલવામાં આવ્યો હતો. આ પ્લાન જાન્યુઆરી 2019માં રિઝર્વેશન જમીનો તેમજ નવેમ્બર 2019માં રિઝર્વેશનની જમીન માટે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સંબંધમાં આવેલા વાંધા સૂચનોને ધ્યાનમાં લઈ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રાથમિક જાહેરનામા આખરી કરીને સુડાનો પ્લાન મંજૂર કર્યો છે.

આ ડેવલપમેન્ટ પ્લાન્ટ મંજૂર થતા આશરે 850 સેક્ટર જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે. 30 વર્ષથી રિઝર્વેશનમાં લખાયેલી જમીનો મુક્ત થવાથી ખેડૂતો જમીન માલિકોને વિકાસ સપના સાકાર થવાની નવી દિશા ખૂલશે ત્યારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વેની બંને બાજુ 1 કિલોમીટરના કામરેજથી પલસાણા સુધીના 50 ચો.કિ. વિસ્તારમાં હાઈ ડેન્સિટી અને કોમર્શિયલ ડેવલપમેન્ટ આ ડીપી મંજૂરી થવાથી થશે.

કામરેજ પલસાણા કોરિડોર હાઈ સ્પીડ કોરિડોર જેવી અતિ મહત્ત્વપૂર્ણ આ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બુલેટ ટ્રેન, મેટ્રો, રેલવે અને ટ્રાન્સપોર્ટ જેવી સુવિધા માટે નવી દિશા મળશે. હજીરા વિસ્તારમાં થયેલા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ પ્લાનમાં સચવાયેલી સૂચિત ઈન્ડસ્ટ્રિયલ ગ્રોથ કોરિડોરથી આ વિસ્તારમાં વધુ આયોજન બદ્ધ રીતે ઔદ્યોગિક વિકાસને બળ પૂરું પાડશે. આથી રોજગારીની નવી તકો ખુલશે અને શહેરની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વર્ષ 2035માં થનારા વિકાસને ધ્યાનમાં લઈને સુરતનો મહત્ત્વપૂર્ણ અને મંજૂરી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.