ETV Bharat / city

CM ભૂપેન્દ્ર પટેલ આ ખાસ કાર્ય માટે જશે દિલ્હી - રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક બેઠક (Meeting of BJP MPs and MLAs) યોજાઈ હતી. તેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભાજપના હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યોને માર્ગદર્શન (CR Patil gives advice to BJP Leaders) આપ્યું હતું.

CM આ ખાસ કાર્ય માટે જશે દિલ્હી
CM આ ખાસ કાર્ય માટે જશે દિલ્હી
author img

By

Published : Jun 24, 2022, 10:48 AM IST

Updated : Jun 24, 2022, 11:26 AM IST

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે. તેથી રાષ્ટ્રપતિની ચૂંટણીઓ (President Election 2022) અને પાર્ટીઓ તરફથી ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે NDA તરફથી રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રૌપદી મૂર્મૂ છે.

ગુજરાતના વિધાયક દળની બેઠક - રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત આપવા તેમ જ NDAના ઉમેદવારને સમર્થન આપવા ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાને ભાજપના હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યોની બેઠક યોજાઈ (Meeting of BJP MPs and MLAs) હતી. અહીં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સૌને માર્ગદર્શન (CR Patil gives advice to BJP Leaders) આપ્યું હતું.

આ પણ વાંચો- આ જગ્યાએ આજથી થશે દેશની પ્રથમ સ્પોર્ટ્સ નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ

રાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે લાયકાત - રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી (Candidacy for the presidency) નોંધાવનારાં વ્યક્તિ લોકસભામાં ચૂંટાઈ આવવા લાયકાત ધરાવતો હોવો જોઈએ. રાષ્ટ્રપતિને ચૂંટતા સભ્યોમાંથી 50 સભ્યોએ ઉમેદવારના નામની પ્રસ્તાવના અને 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. એટલે કે, ગુજરાતમાંથી પણ સાંસદો કે ધારાસભ્યોએ પ્રસ્તાવક કે સમર્થકની ભૂમિકા ભજવી હશે.

આ પણ વાંચો- CM Bhupendra Patel : અમદાવાદના ગોતામાં મુખ્યપ્રધાન ઘેરઘેર ગયાં અને કર્યું આ કામ

મુખ્યપ્રધાન જશે દિલ્હી - રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી (Candidacy for the presidency) ભરવાની છેલ્લી તારીખ 29 જૂન છે. તો આજે (શુક્રવારે) દ્રૌપદી મુર્મૂ ઉમેદવારીપત્ર દિલ્હી ખાતે ભરશે. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, તમામ કેન્દ્રીય પ્રધાનો અને ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો પણ ઉપસ્થિત રહેશે. ત્યારે ગુજરાતમાંથી સાંસદો અને ધારાસભ્યોના પ્રસ્તાવક અને સમર્થકોના લિસ્ટ અને સહી સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી પહોંચશે.

ગુજરાતના મતોની વેલ્યુ - 18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ (President Election 2022) યોજાશે. ત્યારે ગુજરાતના સાંસદો અને ધારાસભ્યો વિધાનસભામાં મતદાન કરી શકશે. NDA પક્ષના ઉમેદવારના સમર્થનમાં ગુજરાતના લોકસભાના 26 સાંસદ, 111 ધારાસભ્ય અને રાજ્યસભાના 8 સાંસદો છે. તમામની કુલ મતની કિંમત 38,446 જેટલી થાય છે. પરંતુ જો હરીફને વિજય ન દેખાય અને પોતાની ઉમેદવારી પાછી ખેંચે તો ચૂંટણીની જરૂર રહેશે નહીં.

Last Updated : Jun 24, 2022, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.