- મુખ્યપ્રધાન નિવાસસ્થાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) દશેરા નિમિત્તે કરી શસ્ત્ર પૂજા
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરક્ષકર્મીઓ સાથે શસ્ત્રપૂજા કરી
- વર્ષ 2002થી તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ (Former Chief Minister Narendra Modi) દશેરાની પૂજાની કરી હતી શરૂઆત
- ચાર મુખ્યપ્રધાન બદલાયા પણ ગોર મહારાજ એ જ રહ્યા
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન નિવાસસ્થાને આજે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરક્ષાકર્મીઓ સાથે રહીને આ પૂજા કરી હતી. વર્ષ 2002માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં દશેરા નિમિત્તે પૂજા કરાવવાની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં 4 મુખ્યપ્રધાન બદલાઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ આ પ્રથા યથાવત રહી છે. આજે મુખ્યપ્રધાનની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી પ્રથા
ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનના સલામતી સાથે જોડાયેલા સલામતી જવાનોને સાથે રહેલા શસ્ત્રોની પૂજા દર વર્ષે દશેરાના દિવસે કરાય છે. ત્યારે આની શરૂઆત વર્ષ 2002માં તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. વર્ષ 2002 પહેલાં આવી કોઈ પણ પૂજાવિધિ થતી નહતી, પરંતુ વર્ષ 2002થી શરૂ થયેલી પૂજાવિધિ હજી પણ યથાવત્ છે. જ્યારે દશેરાના દિવસે મુખ્યપ્રધાનના સલામતી જવાનો સાથે રહેલા શસ્ત્રની પૂજા અત્યાર સુધીમાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારબાદ આનંદી પટેલ, વિજય રૂપાણી અને આજે રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સલામતી જવાનો સાથે દશેરાની પૂજન વિધિ કરી હતી.
રાજ્યના તમામ નાગરિકોને દશેરાની શુભેચ્છાઓ આપી
દશેરાની પૂજન વિધિ બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકોને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેકે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ. તેને પણ શસ્ત્ર પૂજન કહી શકાય.
આ પણ વાંચો- Modi completes 20 years in power: શિક્ષણવિભાગના કર્મચારીઓ 25 ઓક્ટોબરે દિવસે Khadi ખરીદી કરશે ઉજવણી
આ પણ વાંચો- રાજ્યના 35 જેટલા ધારાસભ્યોને મળશે વધુ 2 કરોડની ગ્રાન્ટ, શહેરના રસ્તા રીપેર કરવામાં ગ્રાન્ટનો ઉપયોગ થશે