ETV Bharat / city

Vibrant Gujarat 2022: CM ભૂપેન્દ્ર પટેલે 9 જેટલા અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (chief minister bhupendra patel) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (vibrant gujarat global summit 2022)ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હી (new delhi)માં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી અને તેમને ગુજરાત વાયબ્રન્ટ મહોત્સવ (gujarat vibrant mahotsav)માં ભાગ લેવા માટેનું આમંત્રણ આપ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022: CM ભૂપેન્દ્ર પટેલે 9 જેટલા અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી બેઠક

author img

By

Published : Nov 25, 2021, 7:56 PM IST

  • વાયબ્રન્ટ મહોત્સવ 2022ની તૈયારીઓ પૂરજોશમાં
  • દિલ્હી ખાતે પ્રથમ રોડ શોનું કરાયું આયોજન
  • ઉદ્યોગકારોને જરૂરી મદદ-સહયોગ કરવાની CMએ આપી ખાતરી

ગાંધીનગર: ગુજરાત સરકાર (gujarat goverment) દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર (gandhinagar mahatma mandir) ખાતે જાન્યુઆરી 10, 11 અને 12 તારીખના રોજ વાયબ્રન્ટ ગુજરાત (vibrant gujarat 2022)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે દિલ્હી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (chief minister bhupendra patel) પ્રથમ રોડ શો યોજીને 9 અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને ગુજરાત વાયબ્રન્ટ મહોત્સવ (gujarat vibrant mahotsav)માં ભાગ લેવા માટેનું આમંત્રણ આપ્યું છે.

ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક

નવી દિલ્હી (delhi)માં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (vibrant gujarat global summit 2022)ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હી (delhi)માં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી હતી. મારૂતિ સુઝૂકી ઇન્ડીયાના MD કિન્ચી આયુકાવા (maruti suzuki india MD kenichi ayukawa), અવાડા એનર્જી પ્રાયવેટ લિમિટેડ (avaada energy pvt ltd)ના ચેરમેન વિનીત મિત્તલ, પી.આઇ. ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ ચેરમેન મયંક સિંઘલ (pi industries md and vice chairman mayank singhal), જે.સી.બીના CEO દીપક શેટ્ટી, અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ (abhiraj singh bhal urban company), ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD (dcm shriram industries chairman and senior MD) અજય શર્મા તેમજ ઑયો હોટેલ્સ એન્ડ હોમ્સના સંચાલકોની સાથે વન ટુ વન બેઠક કરી હતી.

રાજ્ય સરકાર આપશે સંપૂર્ણ સહયોગ

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

ગાંધીનગર (gandhinagar)માં સેન્ટર ઓફ એક્સલન્સ (center of excellence) અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો મુખ્યપ્રધાન પટેલે મારુતિ ઉદ્યોગકારોને માહિતી આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો પણ અનુરોધ કર્યો હતો. આ સાથે મુખ્યપ્રધાનશ્રીએ મારૂતિ સુઝૂકી ઇન્ડીયાના MD કિન્ચી આયુકાવાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું.

ઉર્જા સેકટરને લઇને મહત્વની બેઠક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અવાડા એનર્જી પ્રાયવેટ લિમિટેડના ચેરમેન વિનીત મિત્તલ સાથે થયેલી બેઠકમાં વિનીત મિત્તલે આવનારા 5 વર્ષોમાં બિનપરંપરાગત ઊર્જા સેક્ટરમાં 20 હજાર કરોડના તેમના રોકાણ આયોજનમાં ગુજરાતનો પણ સમાવેશ કરવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી. જ્યારે ઑયો હોટેલ્સ એન્ડ હોમ્સના સંચાલકોની CM સાથે થયેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 750 હોટલ સાથે તેઓ સંકળાયેલા છે અને સાડા સાત હજાર લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પૂરી પાડે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોમ સ્ટે અને અન્ય સ્થળોએ પણ તેમના ગ્રુપ દ્વારા સહભાગિતા થકી વધુ રોજગાર અવસર ગુજરાતમાં પૂરા પાડવા તેઓ પ્રયાસરત છે.

કૃષિ વિજ્ઞાન બાબતે ચર્ચા થઈ

પી. આઇ. ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ ચેરમેન મયંક સિંઘલ પણ નવી દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા.

પી. આઇ ઇન્ડસ્ટ્રીના MD અને વાઈસ ચેરમેન મયંક સિંઘલ પણ નવી દિલ્હીમાં CM ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. મયંક સિંઘલે આ બેઠકમાં કહ્યું કે, પી.આઇ. ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાન કંપની છે અને ગુજરાતમાં પાનોલી જંબુસરમાં પોતાના અતિ આધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે. આ બેઠકમાં તેમણે આગામી વાયબ્રન્ટમાં જોડાવા અને રોકાણ માટે તેમણે પણ તત્પરતા દર્શાવી હતી. ઉપરાંત જે.સી.બીના CEO દીપક શેટ્ટી સાથે થયેલી બેઠકમાં શ્રી દીપક શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલોલ ખાતે 650 કરોડના રોકાણ સાથે 1100 લોકોને રોજગાર અવસર આપતો પ્લાન્ટ આગામી એપ્રિલ 2022 સુધીમાં શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ અને યુવાનોને રોજગારી પુરી પાડવાની ઇચ્છા: અભિરાજ સિંહ ભાલ

દેશના 50 શહેરો અને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં તેમની અર્બન કંપની સેવાઓ આપે છે.

અર્બન કંપનીના CEO અભિરાજ સિંહ ભાલ સાથે થયેલી બેઠકમાં અભિરાજ સિંહ ભાલે કહ્યું કે, અર્બન કંપની એશિયાનું સૌથી મોટું ઓન લાઈન સર્વિસ પ્લેટફોર્મ છે. દેશના 50 શહેરો અને ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં તેમની કંપની સેવાઓ આપે છે. તેમણે આગામી વાયબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકાર સાથે સ્કિલિંગ પ્રોગ્રામ તેમજ I.T.Iના વિદ્યાર્થીઓ સહિત યુવાઓને આ ઓનલાઈન હોમ સર્વિસ પ્લેટફોર્મ દ્વારા રોજગારી પુરી પાડવાની ઈચ્છા દર્શાવી હતી.

ગુજરાતમાં રોકાણ વધારવા માટે ઉત્સુક ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન

ડી.સી.એમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સિનિયર MD અજય શર્માએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને ગુજરાતમાં તેમના વર્તમાન વ્યવસાય રોકાણને વધારવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. આ ઉદ્યોગ જૂથ કૃષિ અને ગ્રામીણ વ્યવસાયમાં ખાસ કરીને ખાતર, ખાંડ ,ક્રોપ કેર કેમિકલ્સ અને હાઇબ્રીડ સિડ્સ ક્ષેત્રે કાર્યરત છે. અગાઉની વાયબ્રન્ટ સમિટમાં તેમણે કરેલા રોકાણોની અને પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની વિગતો પણ તેમણે મુખ્યપ્રધાનશ્રીને આપી હતી. એટલું જ નહીં, તેમણે આગામી વાયબ્રન્ટમાં રોકાણો માટેના MOU માટે પણ CM ભૂપેન્દ્ર પટેલને ખાતરી આપી હતી.

આ પણ વાંચો: અશોક ગેહલોત સુરતના પ્રવાસે, હેમા માલિની અંગે નિવેદન આપનારા પોતાના પ્રધાનની કરી ટીકા, કહ્યું- મર્યાદામાં રહીને બોલવું જોઈએ

આ પણ વાંચો: કચ્છના રણોત્સવમાં 1 કરોડથી વધારે રુપિયાના મીઠા માવનું વેચાણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.