ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 28 માર્ચે ગોવાના પ્રવાસે (CM Bhupendra Patel Goa Visit) જશે. તે દરમિયાન તેઓ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતની શપથવિધિમાં પણ ઉપસ્થિત (Goa CM Pramod Sawant Oath Ceremony) રહેશે.
મુખ્યપ્રધાનનો કાર્યક્રમ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Goa Visit) 28 માર્ચે સવારે 10:30 વાગ્યે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી સ્ટેડિયમ ખાતે પહોંચશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે ગોવાના નવા મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો- CM Bhupendra Patel in Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે આ ગામના લોકોને આપી સરપ્રાઇઝ, લીધી ઓચિંતી મુલાકાત
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના શપથવિધિ સમારોહમાં પણ મુખ્યપ્રધાન રહ્યા હતા ઉપસ્થિત - ઉલ્લેખનીય છે કે, ભાજપનો ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનો અને પ્રધાનોની શપથવિધિમાં (Goa CM Pramod Sawant Oath Ceremony) હાજર રહ્યા હતા. ત્યારે હવે તેઓ 28 માર્ચે ગોવાના મુખ્યપ્રધાનની શપથવિધિમાં ઉપસ્થિત રહેશે.
પ્રમોદ સાવંત બીજી વખત બન્યા મુખ્યપ્રધાન - ગોવાના મુખ્યપ્રધાન તરીકે પ્રમોદ સાવંત 28 માર્ચે બીજી વખત શપથ ગ્રહણ (Goa CM Pramod Sawant Oath Ceremony) કરશે. ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મહારાષ્ટ્રની પાર્ટીનો સપોર્ટ મળતા પ્રમોદ સાવંત ફરી એક વાર મુખ્યપ્રધાન બન્યા છે.
આ મહાનુભાવો રહેશે હાજર - ગોવાના મુખ્યપ્રધાનની શપથવિધિની (Goa CM Pramod Sawant Oath Ceremony) વાત કરીએ તો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Goa Visit) સહિત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પણ હાજર રહેશે. આ સાથે જ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી અને ભાજપશાસિત 7 રાજયોના મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે.