ETV Bharat / city

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો દિવાળી અને નવા વર્ષનો નાગરિકોને શુભેચ્છા સંદેશ - દિવાળીની શુભેચ્છા

સમગ્ર દેશ અને રાજ્યમાં દિવાળીના ( Diwali ) તહેવારો શરૂ થઈ ગયા છે. તમામ લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) ગુજરાતના સૌ નાગરિક ભાઇબહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલિ પર્વ અને વિક્રમ સંવતના ( Vikram Samvant 2078 ) નૂતન વર્ષની શુભકામનાઓ ( Diwali Greetings ) પાઠવી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો દિવાળી અને નવા વર્ષનો નાગરિકોને શુભેચ્છા સંદેશ

author img

By

Published : Nov 4, 2021, 3:34 PM IST

  • સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો દિવાળી નવા વર્ષનો સંદેશ
  • રાજ્યના તમામ નાગરિકોને આપી શુભેચ્છાઓ
  • દિવાળીના તહેવારો-ઉત્સવોમાં સકારાત્મકતાની દીપ જ્યોત ઝળહળાવીએ

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) દીપાવલિ શુભેચ્છાઓ ( Diwali Greetings ) પાઠવતાં જણાવ્યું છે કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજજીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે. દીપાવલિની દીપમાળા, દીવા અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં સીએમે આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી છે.

નવું વર્ષ મંગલકારી રહે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2078નું ( Vikram Samvant 2078 ) નૂતનવર્ષ સૌ માટે સમૃદ્ધિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે આપણી શક્તિ, ક્ષમતાના શ્રેષ્ઠત્તમ ઉપયોગથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ નૂતનવર્ષે સૌ સાથે મળીને સાકાર કરીએ. જ્યારે સાતત્યપૂર્ણ વિકાસની દિશામાં નક્કર કદમ માંડીને ગુજરાત વિકાસના રોલ મોડેલના રૂપમાં પ્રસ્થાપિત થયું છે તે પરંપરા સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ તથા પ્રયાસથી વિક્રમ સંવત 2078ના નૂતનવર્ષમાં પણ જળવાય અને ગુજરાત તથા ગુજરાતીઓ સામાજિક, આર્થિક, વાણિજ્યિક તમામ ક્ષેત્રે અગ્રેસર રહે તેવી અભિલાષા દર્શાવી છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં દિવાળીની રજા જાહેર કરવા સંસદમાં બિલ રજૂ કરાયું

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છના સફેદ રણમાં સેનાના જવાનો સાથે દિવાળીના પર્વની કરી ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.