- એક દિવસ માટે મુખ્યપ્રધાન બનવા માટે ધોલેરાના નાગરિકની ઈચ્છા
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોનમાં કરી રજૂઆત
- ફોન કરીને એક દિવસ મુખ્યપ્રધાન બનવાની કરી માગ
ગાંધીનગર : બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની નાયક ફિલ્મ ફેમસ થઈ ગઈ છે. ત્યારથી તમામ વ્યક્તિ એક દિવસના મુખ્યપ્રધાન બનવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ રવિવારના રોજ ઉત્તરાખંડ સરકાર દ્વારા સૃષ્ટી ગૌસ્વામીને એક દિવસની મુખ્યપ્રધાન તરીકેની સેવા આપી હતી. ત્યારે ગુજરાતમાં પણ ધોલેરા તાલુકાના હેબતપુરાના રહેવાસીએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કરીને એક દિવસના મુખ્યપ્રધાન બનવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી છે.
અમદાવાદના ધોલેરા તાલુકામાં આવેલા હેબતપુરા ગામનો રહેવાસી
અમદાવાદના ધોલેરા તાલુકાના હેબતપુરા ગામના રહેવાસી લાલજીએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કરીને એક દિવસ માટે મુખ્યપ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સાથે જ તેમને ટેલિફોનમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમને એક દિવસ માટે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે કામ કરવાની ઈચ્છા ધરાવે છે અને તેમને નાયક ફિલ્મમાં જે રીતે અનિલ કપૂરે એક દિવસમાં કામ કર્યું હતું, તેવી જ રીતે કામ કરશે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સ્મિત રેલાવ્યું હતું.
લાલજીભાઈએ CM વિજય રૂપાણીને સંદેશો આપવાની વાત કરી
એક દિવસના મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફોન કર્યા બાદ લાલજી પટેલે ફોનમાં જ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, તમે આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્યાન દોરજો કે, ધોલેરા હેબતપુર ગામનો લાલજીભાઈ એક દિવસ માટે મુખ્ય પ્રધાન બનવા ઈચ્છે છે.
રમુજી પણ સરકાર માટે ગંભીર પ્રશ્ન
સમગ્ર વાતચીત દરમિયાન રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હસતા હતા અને ત્યારબાદ તેમને એક દિવસના મુખ્યપ્રધાન બનવા માટેની શુભેચ્છાઓ પણ આપી હતી. આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લાલજીભાઈને સલાહ આપતાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન બન્યા વગર પણ કામ કરી શકાય છે, પરંતુ આ સંવાદ એક રમૂજ તરીકે લોકોમાં વખણાયો છે. સરકાર માટે અતિ ગંભીર પ્રશ્ન એ છે કે, કોઈ વ્યક્તિ એક દિવસ મુખ્યપ્રધાન બનીને સારું કામ કરશે, તેવી વાત કરે છે. જે વર્તમાન સરકારના કામકાજ પર પણ સવાલ ઊભો કરી શકે છે.