- 11 મોટા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
- હથિયારોની ડિલિવરી કરતી વેળાએ જ કરાઈ ધરપકડ
- 11 જેટલા હથિયાર રાખવાના અને ખૂન કરવાની કોશિશ કરી ચૂક્યો છે આરોપી
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં વધતા ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓનું ડિટેક્શન માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે ગાંધીનગર ચિલોડા પોલીસ પેટ્રોલીંગને લઈને પરિણામ લક્ષી સૂચનો પોલીસ સૂત્રોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને બાતમી મળી હતી કે, સર્કલ પાસે વોચ રાખી અગાઉ ગંભીર ગુનાઓમાં પકડાયેલા અને પિસ્તોલ સહિતના હથિયારો લઇને આવનાર યુપીના ધર્મેન્દ્ર યાદવ અને હથિયારની ડિલિવરી લેનાર વાંકાનેર, મોરબીના કુખ્યાત ગુનેગાર રાજુ ઉર્ફે ડિમ્પલ ક્રીષ્નમોરારી યાદવની ધરપકડ કરી હતી. રાજુ ઉર્ફે ડિમ્પલ યાદવ આ પહેલા રાજકોટના બીજેપી નેતાને મારી નાખવાના પ્રયાસ કરવા સહિતના અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે.
આ પણ વાંચો: મકાન માલિકે સવારે દુકાન ખોલી તો ચોર લટકતો જોવા મળ્યો
રાજકોટમાં નેતાને મારી નાખવાનો કર્યો હતો પ્રયાસ
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2018માં રાજકોટ ખાતે ભાજપના નેતા બી.જે ગોસ્વામીને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો હતો. જેમાં 2 આરોપી પૈકી રાજુ ડિમ્પલ યાદવ કે જે ખૂબ જ ખતરનાક અને તેમજ ઉગ્ર સ્વભાવવાળો છે, તે વારંવાર ગંભીર ગુનાઓ કરતો આવ્યો છે. આ ઉપરાંત, અગાઉ હથિયારો સાથે પણ ઝડપાયો હતો. રાજકોટ પંથકમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા વધુ ગુન્હાહિત પ્રવુતિઓ આચરી રહ્યો હતો. હાલ વધુ ગંભીર ગુનો બને તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં કાર ઓવરટેક મામલે 10 લોકોના ટોળાએ યુવાન અને તેના મિત્રો પર હુમલો કર્યો
શખ્સો પાસેથી 2 પિસ્ટોલ, 2 મેગઝીન અને 9 જીવતા કારતૂસ ઝડપાયા
ચિલોડા પોલીસે ચિલોડા સર્કલથી આ બન્ને આરોપીની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી 2 પિસ્ટોલ, 2 મેગઝીન અને 9 જીવતા કારતૂસ ઝડપાયા હતા. આ ઉપરાંત રોકડ રકમ 4,410 રૂપિયા અને બે મોબાઇલ ઝબ્બે કરવામાં આવ્યા છે. રાજકોટ ખાતે વર્ષ 2015-2019 દરમિયાન રાજુ યાદવ પર વિવિધ 11 ગુના નોંધાયા છે. આ અગાઉ ATS દ્વારા મોટા પ્રમાણમાં મળી આવેલા હથિયારોના જથ્થામાં પણ રાજુ યાદવનું નામ જાહેર થયું હતું. જે રાજકોટ જિલ્લામાં કુલ 11 જેટલા હથિયાર રાખવાના અને ખૂન કરવાની કોશિશ તેમજ વિદેશી દારૂ વેચાણ કરવાના ગુનામાં પકડાયો હતો.