ETV Bharat / city

બાળકોને ન્યુમોનિયા-મગજના તાવ સામે સુરક્ષા માટે મળશે ન્યુમોકોકલ કોંજુગેટ રસી,આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞનો પ્રારંભ - છોટાઉદેપૂર આલ્હાદપૂરા

બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવ (Pneumonia and Meningitis) સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન-PCV (Pneumococcal conjugate vaccine)થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (Health And Wellness Center)થી કરાવ્યો હતો.

બાળકોને ન્યુમોનિયા-મગજના તાવ સામે સુરક્ષા માટે મળશે ન્યુમોકોકલ કોંજુગેટ રસી

author img

By

Published : Oct 20, 2021, 8:38 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા હવે ન્યુમોનિયાની રસી મફતમાં અપાશે
  • 00થી 5 વર્ષના બાળકોને આપવામાં આવશે રસી
  • છોટાઉદેપૂર જીલ્લાના આલ્હાદપૂરાથી PCV વેક્સિનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ

ગાંધીનગર: દેશ અને ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવ (Pneumonia and Meningitis) સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન-PCV (Pneumococcal conjugate vaccine)થી સાર્વત્રિક રસીકરણ અભિયાન અન્વયે આવરી લેવાનો મહત્વપૂર્ણ આરોગ્ય સુરક્ષા સેવા યજ્ઞ બુધવાર તા. 20મી ઓક્ટોબરથી આરંભાયો છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ વેક્સિનેશન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (Health And Wellness Center)થી કરાવ્યો હતો, જ્યારે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ગાંધીનગર ખાતેથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.

વિના મૂલ્યે આપવામાં આવશે રસી

ભારત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અન્વયે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી આ વેક્સિન દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે અપાશે. ખાનગી ક્ષેત્રમાં સામાન્યત: રૂ.3000થી 4500ની કિંમતે મળતી આ વેક્સિન સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત સરકાર વિનામૂલ્યે લાભાર્થી બાળકોને આપવાની છે. રાજ્યમાં એક વર્ષમાં અંદાજે 12 લાખ જેટલા બાળકોને 3 ડોઝ મળીને કુલ 36 લાખ PCV ડોઝ આપવામાં આવશે.

બાળકોને ન્યુમોનિયા-મગજના તાવ સામે સુરક્ષા માટે મળશે ન્યુમોકોકલ કોંજુગેટ રસી

ક્યારે આપવાનો રહેશે ડોઝ

બાળકને જન્મના 6 અઠવાડિયે આ વેક્સિનનો પહેલો ડોઝ, 14 અઠવાડિયે બીજો ડોઝ અને 9 મહિના બાદ વેક્સિનનો ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે, જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીની અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ, અને ગળામાં સસણી બોલવી આ રોગના મુખ્ય લક્ષણો છે. જો શિશુ આ રોગથી ગંભીર રીતે બિમાર હોય તો, તેને ખાવા-પીવામાં તકલીફ પડે છે, આંચકી આવી શકે છે અથવા બેભાન થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. ન્યુમોકોકલ સંક્રમણના કારણે કે મેનિન્જાઇટિસ, સેપ્ટિસીમિયા અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગ સાથે સાથે સાઈનસાઈટિસ જેવા રોગો પણ થઇ શકે છે.

વર્ષ 2015માં 53 હજાર બાળકોના મોત

ભારતમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે 2010માં 5 વર્ષથી નાના આશરે 1 લાખ અને 2015માં લગભગ 53 હજાર બાળકો મૃત્યુ પામ્યા હતા. ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન- PCV 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર ઘટાડવામાં ઉપકારક નિવડશે. PCVનું રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગના કારણે થતા રોગો અને મૃત્યુને અટકાવે છે. 2 વર્ષથી નાના બાળકોમાં ગંભીર ન્યુમોકોકલ રોગનું જોખમ રહે છે, પણ એનું સૌથી વધારે જોખમ એક વર્ષથી નાના બાળકોમાં હોય છે. PCV રસીકરણ ન કેવળ શિશુની રક્ષા કરશે, પરંતુ બાળકમાં ન્યુમોકોકલ રોગના જોખમને પણ ઘટાડશે. ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનના યુનિવર્સલ પ્રોગ્રામથી રાજ્યમાં નવજાત બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવથી સંપૂર્ણ રક્ષણ આપવાની નેમ પાર પડશે અને ગુજરાત ચાઇલ્ડ હેલ્થકેરમાં પણ અગ્રેસર રહેશે.

આ પણ વાંચો: કોરોના બાદ યોજાનારી 10મી વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ, જાણો તમામ સમિટની રસપ્રદ વાતો

આ પણ વાંચો: Cabinet meeting માં ખેડૂતો માટે ૫૪૬ કરોડનું પેકેજ કરાયું જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.