- રાજ્ય સરકારની કેબિનેટ બેઠક રદ
- સીએમ રૂપાણી વિકાસના કામોનું કરશે લોકાર્પણ
- બુધવારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી બુધવારના દિવસે જૂનાગઢમાં ભૂગર્ભ ગટર યોજના અંગેના કામકાજનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા જૂનાગઢ જઈ રહ્યાં છે. આ ઉપરાંત જૂનાગઢના કેશોદ ખાતે રેશનકાર્ડ ધારકો સાથે સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે, જેથી કેબિનેટ બેઠક રદ કરાયું હોવાનું પણ સામે આવી.
જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત હાથ ધરાયા
રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે અને જો ચૂંટણીની તારીખ જાહેર થઈ જાય તો અનેક વિકાસના કામોનાં લોકાર્પણ અટકાઈ જાય જેથી ચૂંટણી જાહેર થવાના હવે ગણતરીના દિવસો છે, ત્યારે આ દિવસનો લાભ ઉઠાવીને રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં અનેક વિકાસના કામોનાં લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરી રહ્યા હોવાની વાતો પણ સામે આવી રહી છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં જ તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત ના કામ હાથ ધરવામાં આવ્યાં છે.