ગાંધીનગર-સીએમ વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાનેથી યોજેલી વિડીયો કોન્ફરન્સમાં આ ધારાસભ્યોને જણાવ્યું કે, તેમના વિસ્તારોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તેની કાળજી ધારાસભ્યો રાખે તે આવશ્યક છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, તે અંગે ચિંતા વ્યકત કરી હતી. અને કોરોનાનું સંક્રમણ વધુ વધે નહી તે માટે શું કરવું જોઈએ તે માટે સૂચનો માંગ્યા હતાં.
![મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના ધારાસભ્યો, સાંસદો સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6847017_cm_7209112.jpg)