- મુખ્યપ્રધાને શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો
- પોતાનો ફાળો અર્પણ કરી ગુરુજનો પ્રત્યેનું ઋણ અદા કર્યું
- ગાંધીનગર જિલ્લાના અધિકારીઓ રહ્યા હાજર
ગાંધીનગર : પાંચમી સપ્ટેમ્બર દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ગુરુવર્ય પ્રત્યે પોતાનુ રૂણ શિક્ષક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપી શિક્ષકોનું સન્માન કરીને ગૌરવ વધાર્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્ય,જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ભરત ભાઈ વાઢેર પણ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે મુખ્યપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા બાળકો
શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યપ્રધાન નિવાસસને ગાંધીનગરની શાળાના બાળકો પહોચ્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના નિવાસ સ્થાને ગાંધીનગરની શાળાના બાળકોને શિક્ષક દિવસ અવસરે પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કરતા સહજ સંવાદ કર્યો હતો. જો કે, દર વર્ષે મુખ્યપ્રધાન દ્વારા આ રીતે ફાળો આપી પોતાનું યોગદાન આપવામાં આવે છે.
આ પણ વાંચો : Ration Card ના નિયમોમાં મોટા ફેરફાર, જાણી લો નહીંતર રાશન મળવામાં આવી શકે છે મુશ્કેલી
દર વર્ષે રાજ્ય સરકારનો ગાંધીનગરમાં થતો શિક્ષક દિનનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો
શિક્ષક દિન નિમિત્તે 5મી સપ્ટેમ્બરે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાતો હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ પંડિત દીનદયાળ હોલ ખાતે આ કાર્યક્રમ થયો હતો. જો કે બે વર્ષ પહેલા મુખ્યમંત્રી સાથે મોકળા મને કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષકોની હાજરીમાં મુખ્યપ્રધાન વાર્તાલાપ પણ કરતા હોય છે. જેમાં શિક્ષકોના સૂચનો પણ શાળાઓને ધ્યાનમાં રાખી લેવાતા હોય છે.