- મુખ્યપ્રધાને દર્દીઓ સાથે વાતચીત કરી ઉત્સાહ વધાર્યો
- નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ સાથે પણ સંવાદ
- મુખ્યપ્રધાને દર્દીઓને ચેટીચાંદની શુભેચ્છાઓ પણ પાઠવી
ગાંધીનગર: કોરોનાની બેકાબૂ સ્થિતિમાં પોઝિટિવ વિચારો, હિંમત અને આ રોગ સામે લડવા માટે પ્રોત્સાહન જરૂરી છે. જે હેતુસર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના દર્દીઓ સાથેનો સંવાદ યોજ્યો હતો. આ સાથે ખડે-પગે રહીને પોતાનું કર્તવ્ય નિભાવી રહેલા નર્સિંગ સ્ટાફ તેમજ પેરામેડિકલ સ્ટાફ સાથે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાત કરી તેમનો ઉત્સાહ બેવડો કર્યો હતો. આ ઉપરાંત તેમને ચેટીચાંદની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પણ વાંચો: "હું પણ કોરોના વોરિયર્સ": CM રૂપાણી મોરારી બાપુ સાથે વીડિયો કોન્ફરન્સથી અભિયાનની કરશે શરૂઆત
સિવિલ હોસ્પિટલની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો
મુખ્યપ્રધાન રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફૂલ થઈ ગયેલા બેડ મામલે વાત કરી હતી. તેમાં પણ કોરોના ડેઝીગ્નેટેડ 1,200 બેડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ખડે-પગે રાઉન્ડ-ધ-ક્લોક બજાવી રહેલા તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદી સાથે આ કોન્ફરન્સ મારફતે સંવાદ કરીને સિવિલ હોસ્પિટલની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.
આ પણ વાંચો: લોકડાઉન મુદ્દે CM રૂપાણીએ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી યોજી બેઠક, 17 મે પછી છૂટછાટ મુદ્દે કરાઈ ચર્ચા
મુખ્યપ્રધાને પથારીમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ સાથે કર્યો સીધો સંવાદ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોની સ્થિતિ કોરોનામાં વધુ ખરાબ થઈ રહી છે, ત્યારે અહીં પથારીમાં સારવાર લઈ રહેલા કોરોના પેશન્ટની ક્યા પ્રકારની સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે તેમજ તેમને ક્યા પ્રકારની તકલીફો પડે છે. તે અંગેનો ચિતાર મુખ્યપ્રધાને વીડિયો કોન્ફરન્સ અંતર્ગત સીધો પેશન્ટ પાસેથી મેળવ્યો હતો. હોસ્પિટલમાં કેવા પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે, તે પણ પેશન્ટને મુખ્યપ્રધાને લાઈવ પૂછ્યું હતું.