ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને વધુ 20 ધન્વંતરી રથની ભેટ આપી - જરાત સરકાર દ્વારા 20 ધન્વંતરિ રથ

ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે, ગુજરાત સરકાર પણ કોરોના સામે જંગ લડવા માટે તૈયાર છે. વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા 20 ધન્વંતરિ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને વધુ 20 ધન્વંતરિ રથની ભેટ આપી

author img

By

Published : Apr 12, 2021, 3:12 PM IST

  • અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
  • રાજ્યમાં આક્રમણ ટેસ્ટિંગ માટે સરકારના પ્રયાસો
  • CM રૂપાણીએ ધન્વંતરિ રથનું કરાવ્યું લોકાર્પણ

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે, નવા કેસો વધવાની સાથે મોતનો આંકડો પર દિન-પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોતના આંકડા અને સ્મશાનગૃહમાં કોવિડ પ્રોટોકોલ મુજબ થઇ રહેલા અંતિમ સંસ્કારના આંકડાઓમાં ભારે વિસંગતતાઓ જોવા મળી રહી છે. એવા સમયે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં, વિજય રૂપાણી અમદાવાદના 20 નવા ધન્વંતરી આરોગ્ય રથના લોકાર્પણ વેળાએ જણાવ્યું છે કે, રાજ્યમાં ધન્વંતરી આરોગ્ય રથ થકી કોરોનાના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર આપી મૃત્યુ દર ઘટાડવાનો સરકારનો એક હેતુ છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને વધુ 20 ધન્વંતરિ રથની ભેટ આપી

આ પણ વાંચો: ગાંધીનગરને એક જ દિવસમાં રૂપિયા 395 કરોડના વિકાસ કામોની ભેટ

મુખ્યપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરી

કોરોનાના દર્દીઓને સંક્રમણ થતાંની સાથે જ સારવાર શરૂ કરી શકાય તે માટે સરકારે લીધેલા પગલા પૈકી આજે પ્રસ્થાન કરાયેલા ધન્વંતરિ આરોગ્ય રથ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીને દર્દીઓની સારવાર અને આરોગ્ય સુખાકારીમા ઉમેરો કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. આરોગ્ય રથ પ્રસ્થાન બાદ મુખ્યપ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેવા, સમયે રાજ્ય સરકાર આરોગ્ય સુવિધાઓને વધારવા અને સુદ્રઢ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત સરકારે છેલ્લા અઠવાડિયાના 8 દિવસોમાં રાજ્યમાં 15000 બેડ 3100 ઇન્ટેન્સિવ કેર યુનિટ, 6700 ઓક્સિજન સાથેના બેડ અને 965 વેન્ટિલેટર ઉમેર્યા છે.

આરોગ્ય રથ ક્યાં ક્યાં ફરશે અને ક્યાં પ્રકારની સેવાઓ રહેલી છે રથમાં ?

ઉલ્લેખનીય છે કે, 20 નવા ધન્વંતરી રથ આરોગ્ય અમદાવાદના બોપલ, બાવળા, ચાંદખેડા, ગાંધીનગર શહેર, સુરતના કડોદરા અને કિમ વડોદરા ફતેગંજ અને શહેર, ગોંડલ, રાજકોટ, દાહોદ, પોરબંદર, અમરેલી, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર અને વલસાડ જેવા જિલ્લાઓમાં સેવા આપશે એક ધન્વંતરી રથ 5 આરોગ્ય કર્મીઓની GPS સિસ્ટમ લેપટોપ અને ઇન્ટરનેટ કનેક્ટીવિટી ધરાવે છે. જેના પગલે આરોગ્ય વિભાગને સેન્ટ્રલાઈઝ ડેટા ઉપલબ્ધ કરાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં 34 ધન્વંતરી આરોગ્ય રથ કોરોના કાળમાં 2,94,525 વ્યક્તિઓને આરોગ્ય રથનો લાભ પ્રાપ્ત થયો હતો. નવા 20 આરોગ્ય રથો ઉમેરાતા રાજ્યમાં આરોગ્ય રથની સંખ્યા હવે 54 થઈ છે. જેથી, કોરોનાને વહેલી તકે કાબુમાં લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસને 10,000 બોડી વોર્ન કેમેરાનું પ્રદિપસિંહ જાડેજાએ કર્યું લોકાર્પણ

CM રૂપાણીએ ધન્વંતરિ રથનું કરાવ્યું લોકાર્પણ

રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપલબ્ધ રહેશે કોરોના માટેનો ટેસ્ટ કરવામાં આવશે. ડાયાબીટીસ, બ્લડ સુગર, હિમોગ્લોબીનનો ટેસ્ટ પણ કરવામાં આવશે. ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા જ દર્દીઓને દવાઓ પણ મદદ અપાશે. અમદાવાદમાં હાલ 35 રથ કાર્યરત છે. જે પ્રકારે દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ લોકોમાં વધતી જાય છે તે બાદ તે દવાખાને જાય છે અને જેને કારણે મોત થાય છે એટલે આ મામલે જો પહેલેથી જ ટેસ્ટ કરી લેવામાં આવે તો કોરોનાથી મોત અટકાવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.