- વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાનું જાહેરમાં નિવેદન
- રાજયકક્ષાના પ્રધાન રમણ પાટકરએ રવિવારે જાહેરમાં નિવેદન આપ્યું
- મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યો જવાબ: ચૂંટણી સમયસર જ થશે
ગાંધીનગર: રાજ્ય સરકારના રાજ્યકક્ષાના પ્રધાન રમણ પાટકરએ રવિવારે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે, દેશમાં અત્યારે 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે જો પશ્ચિમ બંગાળ વિધાનસભાનું પરિણામ કંઈક અલગ આવશે તો ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવાની થશે. તેના નિવેદનમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખુલાસો કર્યો હતો કે, વહેલી ચૂંટણી યોજવા રાજ્ય સરકારનું કોઈ આયોજન નથી. ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે.
આ પણ વાંચો: વિધાનસભા પેટા ચૂંટણીઃ કપરાડા બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે જામશે જંગ
ડિસેમ્બર 2022માં યોજાશે વિધાનસભાની ચૂંટણી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, પરંપરાગત રીતે અને સમયસર રીતે જ્યારે ચૂંટણી આવતી હશે ત્યારે જ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આયોજન ડિસેમ્બર-2022 દરમિયાન કરવામાં આવશે. વહેલી ચૂંટણી યોજવા બાબતે રાજ્ય સરકારનું કોઈ આયોજન નથી.