ETV Bharat / city

આવતીકાલે દિલ્હી જશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન શાહ સાથે કરશે મુલાકાત - amit shah

આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે મુલાકાત કરવાના છે. મુલકાત દરમિયાન ગુજરાતના વિકાસ મોડલ અને આગામી યોજના સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
author img

By

Published : Sep 19, 2021, 5:06 PM IST

  • ભૂપેન્દ્ર પટેલ દિલ્લીમાં મુખ્યપ્રધાન વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત લેશે
  • નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારે દિલ્હીના પ્રવાસે જવાના છે
  • ગુજરાતના વિકાસ મોડલ અને આગામી યોજના સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે

ન્યૂઝ ડેસ્ક- નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારે દિલ્હીના પ્રવાસે જવાના છે. આનંદી પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ આવતી કાલે દિલ્હી જશે અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. દિલ્લીમાં મુખ્યપ્રધાન વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત લેશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પહેલા વડાપ્રધાન મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો અને સોમવારનો સમય મુલાકાત માટે નિશ્ચિત થયો છે. મુલકાત દરમિયાન ગુજરાતના વિકાસ મોડલ અને આગામી યોજના સહિતના મુદ્દે ચર્ચા થઇ શકે છે.

આનંદીબેને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મુખ્યપ્રધાન બન્યાની શુભકામના પાઠવતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.