ETV Bharat / city

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુદ્વારા ગોવિંદધામની મુલાકાત લઈ ગુરુ ગ્રંથસાહેબને અર્પણ કર્યા ભાવપુષ્પ - Bhupendra Patel

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ગુરુદ્વારા ગોવિંદધામની મુલાકાત લઈ ગુરુગ્રંથ સાહેબને શ્રદ્ધાપૂર્વક ભાવ પુષ્પ અર્પણ કર્યા હતા. ખાસ કરીને વહેલી સવારથી જ તેમની રાહ જોવાતી હતી. જેમનું સ્વાગત કરવા માટે શહેરના બીજેપીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
author img

By

Published : Sep 19, 2021, 5:20 PM IST

  • ગુજરાતના શીખ સમુદાયના પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું
  • ગુરુગ્રંથ સાહેબને શ્રદ્ધા પૂર્વક ભાવ પુષ્પ અર્પણ કર્યા
  • ગુજરાતની ઉત્તરોતર સુખ, સમૃદ્ધિ અને શાંતિની કામના કરી

ગાંધીનગર : મુખ્યપ્રધાને ગુરુગ્રંથ સાહેબ સમક્ષ શીશ ઝુકાવી ગુજરાતની ઉત્તરોતર સુખ, સમૃદ્ધિ અને શાંતિની કામના કરી હતી. ગુજરાતના શીખ સમુદાયના પ્રમુખ ઈશ્વરસિંહ વાસુ તથા રણજિતસિંહ વાસુએ મુખ્યપ્રધાનનું સન્માન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહેલીવાર મુખ્યપ્રધાન બન્યા બાદ ગુરુદ્વારાની મુલાકાત લેવામાં આવી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

કોરોનાના કપરા કાળમાં શીખ સમુદાયે હાથ ધરેલા સેવા કાર્યોની પ્રશંસા કરી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોનાના કપરા કાળમાં શીખ સમુદાયે હાથ ધરેલા સેવા કાર્યોની પ્રશંસા કરી હતી. ભવિષ્યમાં પણ શીખ સમુદાય જરૂરિયાતના સમયે સેવા કાર્યો માટે સહયોગ આપશે તેવી અપેક્ષા પણ આ તકે તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશભાઈ બારોટ અને સ્થાનિક કોર્પોરેટર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુરુદ્વારા ગોવિંદધામ
ગુરુદ્વારા ગોવિંદધામ

તેમને 20 મિનિટથી વધુ સમય ગુરુદ્વારામાં ફાળવ્યો

તેઓ જ્યારે ગુરુદ્વારામાં પહોંચ્યા, ત્યારે મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમને અહી બેસીને અન્ય લોકો સાથે ગુરુદ્વારામાં લગભગ 20 મિનિટથી વધુ સમય વિતાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.