ETV Bharat / city

રાજયકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્રનું ચેકડેમ કૌભાંડ? કોંગ્રેસે આપ્યું વિજિલન્સમાં આવેદનપત્ર - વિજિલન્સ

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સંવેદનશીલ સરકારમાં રાજયકક્ષાના પ્રધાનના પુત્રે જ ચેકડેમ બનાવવામાં કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર વિજિલન્સની કચેરીએ આવેદનપત્ર આપીને તટસ્થ તપાસ કરવાની માગ કરી છે. આવેદનપત્ર સાથે અગત્યના પુરાવા પણ વિજિલન્સ કચેરીએ આપવામાં આવ્યાં છે.

રાજયકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્રનું ચેકડેમ કૌભાંડ? કોંગ્રેસે આપ્યું વિજિલન્સમાં આવેદનપત્ર

author img

By

Published : Sep 28, 2020, 5:12 PM IST

ગાંધીનગર: રાજયકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ રાજશ્રી ટ્રેડર્સના નામે કંપની ધરાવે છે. જેઓ ચેક ડેમના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વર્ષે એક પણ નવા ચેક ડેમ નથી બનાવવામાં આવ્યાં તેમ છતાં જૂના ચેક ડેમના બિલો મૂકીને બિલ પાસ કરવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધાનપુર તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા ભરતસિંહ વાખલા દ્વારા કરવામાં આવ્યાં છે.

રાજયકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્રનું ચેકડેમ કૌભાંડ? કોંગ્રેસે આપ્યું વિજિલન્સમાં આવેદનપત્ર
રાજયકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્રનું ચેકડેમ કૌભાંડ? કોંગ્રેસે આપ્યું વિજિલન્સમાં આવેદનપત્ર

સાથે જ જિલ્લા પ્રમુખે વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જ્યારે વિધાનસભા પૂર્ણ થઈ ત્યારબાદ રાજયકક્ષાના પ્રધાન બચુ ખાબડ ગણતરીના કલાકોમાં ઘટનાસ્થળ પર આવ્યાં હતાં અને નવી તકતીઓ લગાવવાનું શરૂ કર્યું હતું જ્યારે જૂની તકતી પણ મુકવાના પ્રયાસો કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 300 જેટલા ચેકડેમમાં 16.43 લાખનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્યની સંવેદનશીલ સરકારમાં મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા જ કૌભાંડ કરવામાં આવી રહ્યાં છે. એ બાબગે આજે પુરાવા સાથે વિજિલન્સને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યારે હજુ અમારી જોડે ફક્ત 2 જ જિલ્લાની વિગતો આવી છે પણ હજુ વધુ જિલ્લાઓમાં કૌભાંડ થયું હોવાની શક્યતાઓ પણ સી.જે.ચાવડાએ વ્યક્ત કરી હતી. રાજયકક્ષાના પ્રધાન બચુ ખાબડના પુત્ર દ્વારા 16 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હવે વિજિલન્સને આવેદનપત્ર આપ્યા બાદ સરકાર પ્રધાન અથવા તેમના પુત્ર વિરુદ્ધ કોઈ એક્શન લેશે કે નહીં તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.