- 28 મેના રોજ રજૂ કરેલા અહેવાલની IMPACT
- રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ
- તપાસ બાદ અધિકારી સામે લેવામાં આવ્યા પગલા
ગાંધીનગર : ETV BHARAT દ્વારા 28 મેના રોજ રાજ્યના કલાસ 1 અધિકારીઓ વચ્ચે થયેલા અણબનાવ અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગત મે મહિનામાં નાણા વિભાગના બે અધિકારીઓની આંતરિક લડાઈનો મામલો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યલાય સુધી પહોંચતા જ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. તપાસના અંતે રાજ્ય સરકાર દ્વારા ચારુ ભટ્ટની બદલી કરવામાં આવી છે.
અધિકારીની બદલી
નાણા વિભાગના વર્ગ 2ના કર્મચારી તેમના વિભાગના સિનિયર મહિલા કર્મચારી સમક્ષ ઓફિસમાં વર્તન મામલે અગાઉ મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) સમક્ષ ફરિયાદ કરી હતી. જેના પગલે સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે. જોકે, ETV Bharat દ્વારા આ અંગે અહેવાલ પ્રકાશિત થયા બાદ રાજય સરકારનું નાણા વિભાગ સફાળી રીતે જાગ્યું છે અને નાણાં વિભાગની વર્ગ 1 મહિલા અધિકારીને પોતાનો જવાબ રજૂ કરવા માટેનો સમયગાળો આપ્યો હતો. અંતે રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા તપાસ પૂર્ણ કરીને અધિકારીની બદલી કરીને સંતોષ માનવામાં આવ્યો છે.
શું હતી ફરિયાદ ?
રાજ્યના નાણા વિભાગના ક્લાસ 1 અને કલાસ 2ના બે અધિકારીઓની આંતરિક લડાઈમાં ગાંધીનગર ખાતે આવેલી હિસાબી તિજોરી શાખાના નાયબ નિયામક મહિલા અધિકારી ચારુબેન ભટ્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે, મહિલા અધિકારી ઓફિસમાં શિસ્ત રીતે વર્તન કરતા નથી. આ ઉપરાંત સરકારી મશીનરીનો દૂર ઉપયોગ કરી રહ્યા છે અને સરકારની જાણ બહાર વિદેશ યાત્રા કરી આવ્યા છે અને નાણાં વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચારી રહ્યા છે. જોકે, વર્ગ 2ના અધિકારીએ પુરાવા સાથે મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) સમક્ષ ફરિયાદ કરતા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.
20 લાખની લાંચ અને 200 ગ્રામ સોનુ લીધું હોવાના આક્ષેપ
અધિકારીઓ વચ્ચેની આ લડાઈમાં કલાસ 1 ઓફિસર ઉમેશ ઓઝાએ ચારુ ભટ્ટ પર આક્ષેપ કર્યા હતા કે, ચારુ ભટ્ટે ભૂતકાળમાં કામ કરવા માટે 20 લાખ રૂપિયાની લાંચ અને 200 ગ્રામ સોનુ લીધું હતું. જ્યારે સરકારની પરવાનગી વગર વિદેશ યાત્રા પણ કરી હતી. જેમાં ચારુ ભટ્ટ વિરુદ્ધ પુરાવા હોવા છતાં પણ કાર્યવાહી કરવામાં 15 મહિના લાગવામાં આવ્યા હતી. જ્યારે મારી વિરુદ્ધ 15 દિવસમાં જ સસ્પેન્સન ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો.