ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને કેન્દ્ર સરકાર ગુજરાતને અનેક ભેટ અને સોગાદો આપી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ કંડલાના દિનદયાળ પોર્ટ (Deendayal Port Authority Kandla) પર તુણા-ટેકરી ખાતે (tuna tekra container terminal) જાહેર ખાનગી ભાગીદારી હસ્તક બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) માધ્યમથી કન્ટેનર ટર્મિનલ વિકસિત (Cabinet approves tuna tekra container terminal) કરવાની મંજૂરી આપી છે.
ગુજરાતનો વિકાસ કેન્દ્ર સરકારના નિર્ણયથી 4,243.64 કરોડ રૂપિયાનો સંભવિત ખર્ચ કન્સેશનિયરના ભાગે રહેશે. જ્યારે સામાન્ય યૂઝર સુવિધાઓનો રૂ. 296.20 કરોડનો ખર્ચો કન્સેશનિંગ ઑથોરિટીનો (Concessioning Authority) ભાગ રહેશે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી ભવિષ્યમાં કન્ટેનર કાર્ગો ટ્રાફિકમાં થતી વૃદ્ધિમાં તે સહાયતા પૂરી પાડશે. તો વર્ષ 2025 સુધીમાં 1.88 મિલિયન TEUsનો નેટ ગેપ ઉપલબ્ધ થશે, જે તુણા ટેકરી (tuna tekra container terminal) દ્વારા પૂરો કરી શકાય છે.
-
1/2. The Union Cabinet has approved the ambitious project - ContainerTerminal & Multipurpose Cargo Berth of Deendayal Port-Kandla at Tuna Tekra. pic.twitter.com/HHuJpwHnV1
— Deendayal Port Authority, Kandla (@Deendayal_Port) October 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">1/2. The Union Cabinet has approved the ambitious project - ContainerTerminal & Multipurpose Cargo Berth of Deendayal Port-Kandla at Tuna Tekra. pic.twitter.com/HHuJpwHnV1
— Deendayal Port Authority, Kandla (@Deendayal_Port) October 12, 20221/2. The Union Cabinet has approved the ambitious project - ContainerTerminal & Multipurpose Cargo Berth of Deendayal Port-Kandla at Tuna Tekra. pic.twitter.com/HHuJpwHnV1
— Deendayal Port Authority, Kandla (@Deendayal_Port) October 12, 2022
રોજગારીનું થશે સર્જન તુણા ખાતે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલનો (tuna tekra container terminal) વિકાસ થવાથી વ્યૂહાત્મક લાભ પણ છે. કારણ કે, તે બંધ કન્ટેનર ટર્મિનલ હશે, જે ઉત્તર ભારતના વિસ્તારો (જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન)ના મોટા અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપશે. કંડલાની વ્યાપારિક ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત, આ પ્રોજેક્ટ અર્થતંત્રને વેગ આપશે અને રોજગારીનું સર્જન કરશે.
CMએ આભાર વ્યક્ત કર્યો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાતના આ દિનદયાળ પોર્ટના (Deendayal Port Authority Kandla) અદ્યતન વિકાસ માટેના કાર્યને મંજૂરી આપવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) આભાર વ્યકત કર્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 1600 કિલોમીટર લાંબો વ્યૂહાત્મક સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલીંગમાં 40 ટકાનું યોગદાન આપે છે. હવે, દિનદયાળ પોર્ટના આ નવતર વિકાસ માટે કેન્દ્રિય કેબિનેટની મળેલી મંજૂરીના (Cabinet approves tuna tekra container terminal) પરિણામે ગુજરાત દરિયાઈ માર્ગે વેપાર માટે અન્ય રાજ્યો માટે મહત્વપૂર્ણ રાજ્ય બનશે.
આ પ્રકારની કામગીરી થશે આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા મારફતે ખાનગી ડેવલપર/બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOT) ઓપરેટર દ્વારા BOT ધોરણે વિકસાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. 30 વર્ષના સમયગાળા સુધી નિયુક્ત કાર્ગો સંચાલન માટે કન્સેશનર (BOT ઓપરેટર) અને કન્સેશન ઑથોરિટી (Concessioning Authority) (દીનદયાળ પોર્ટ) (Deendayal Port Authority Kandla) દ્વારા અમલ કરાયેલ કન્સેશન એગ્રીમેન્ટ (CA) હેઠળ પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ધિરાણ, પ્રાપ્તિ, અમલીકરણ, તેમ જ સંચાલન અને જાળવણી માટે કન્સેશનર જવાબદાર રહેશે.
સંલગ્ન સુવિધાઓ તો કન્સેશનિંગ ઑથોરિટી (Concessioning Authority) કૉમન એક્સેસ ચેનલ અને કોમન રોડ જેવા કોમન સહાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જવાબદાર રહેશે. આ પ્રોજેક્ટમાં 4,243.64 કરોડ રૂપિયાના ખર્ચે સંલગ્ન સુવિધાઓ સાથે એક સમયે ત્રણ જહાજોને હેન્ડલ કરવા માટે ઑફશોર બર્થિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ અને વાર્ષિક 2.19 મિલિયન TEUsની હેન્ડલિંગ ક્ષમતાનો સમાવેશ થાય છે.
પ્રોજેકટ તબક્કામાં શરૂ થશે શરૂઆતમાં આ પ્રોજેક્ટ 6000 TEUના 14 m ડ્રાફ્ટના જહાજોને સુવિધા પૂરી પાડશે. તેના માટે 15.50mની ક્ષમતાની કોમન ચેનલ બનાવવામાં આવશે જે ચોવીસ કલાક સુધી 14m ડ્રાફ્ટના જહાજોને નેવિગેટ કરશે. તેનું નિર્માણ અને સંચાલન ક્ન્સેશનિંગ ઑથોરિટી દ્વારા કરવામાં આવશે. કન્સેશન પીરિયડ દરમિયાન કન્સેશનર પાસે 18mની ડ્રાફ્ટ સુધીના જહાજોને હેન્ડલ કરવાની સ્વતંત્રતા હશે. તેના માટે તેઓ અપ્રોચ ચેનલને ઉંડીં, પહોળી કે બર્થ પોકેટ અથવા તો ગોળાકાર કરી શકે છે. ડ્રાફ્ટ વધારવાની દરખાસ્ત સમયે એક્સેસ ચેનલને કન્સેશનિંગ ઓથોરિટી (Concessioning Authority) અને કન્સેશનર વચ્ચે ખર્ચની ભાગીદારી કરીને પરસ્પર કરારના આધારે વધારી શકાય છે.
દિનદયાળ પોર્ટ 12 મેજર પોર્ટ પૈકી એક છે દિનદયાળ પોર્ટ (Deendayal Port Authority Kandla) ભારતના 12 મેજર પોર્ટ પૈકી એક છે, જે ગુજરાતના કચ્છ જિલ્લાના કંડલા ખાતે છે. આ પોર્ટ પરથી મુખ્યત્વે ઉત્તર ભારત (જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન)માં સેવાઓ પહોંચે છે. અહીં વર્તમાન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા 165 MTPAની છે અને 2030 સુધીમાં 300 મિલિયન ટન કાર્ગોની ક્ષમતા ધરાવતા મેજર પોર્ટ નિર્માણનું મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030 (Maritime India Vision 2030) સાકાર થવાની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ બનશે.