ETV Bharat / city

સરકારની 5 વર્ષની ઉજવણી: 9 દિવસનો કાર્યક્રમ કરાયો જાહેર - Celebrating 5 years of government

રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(Vijay Rupani)એ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવ દિવસ ગુજરાત રાજ્યમાં ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

સરકારની 5 વર્ષની ઉજવણી
સરકારની 5 વર્ષની ઉજવણી
author img

By

Published : Jul 29, 2021, 5:16 PM IST

  • મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પુરા થયા, થશે ભવ્ય ઉજવણી
  • ''પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કાર્યક્રમો
  • 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણી
  • વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને આપવામાં આવ્યું આમંત્રણ

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(Vijay Rupani)એ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવ દિવસ ગુજરાત રાજ્યમાં ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આજે સંકુલ 1માં સરકાર અને સંગઠન વચ્ચે યોજાયેલી બેઠકમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કયા જિલ્લામાં કેવી રીતે આયોજન કરવું, ઉજવણી કઈ રીતે કરવી, તે બાબતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારની 5 વર્ષની ઉજવણી
સરકારની 5 વર્ષની ઉજવણી

આ પણ વાંચો- 15 જૂને ભાજપ ધારાસભ્યોની યોજાશે બેઠક, સરકારની કામગીરીનું થશે પ્રેન્ઝટેશન

ક્યાં દિવસે ક્યાં કાર્યક્રમ

તારીખ દિવસ
1 ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ
2 ઓગસ્ટ સંવેદના દિવસ
3 ઓગસ્ટ અન્નોત્સવ દિવસ
4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ
5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ
6 ઓગસ્ટ રોજગાર દિવસ
7 ઓગસ્ટ વિકાસ દિવસ
8 ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ
  • "જ્ઞાનશક્તિ દિવસ" નિમિત્તે જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ 12 હજાર જેટલા સ્માર્ટ કલાસનુ લોકાર્પણઃ શોધ યોજના હેઠળ 1000 જેટલા વિદ્યાર્થીઓને પી.એચ.ડીની સ્કોલરશીપનુ વિતરણ.
  • "સંવેદના દિવસ’’ અંતર્ગત 433 જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન: મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે.
  • "નારી ગૌરવ દિવસ’’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન કાર્યક્રમઃ દશ હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે: એક લાખથી વધુ બહેનોને બેન્ક ધિરાણ અપાશે.
  • "કિસાન સન્માન દિવસ” અંતર્ગત કિસાન સૂર્યોદય યોજના - સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના 125 જેટલા વિવિધ કાર્યક્રમો: રૂપિયા 79 કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમુહર્ત કાર્યક્રમો યોજાશે.
  • વિકાસ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાતની જનતાને રૂપિયા 3,906 કરોડમાં વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ અપાશેઃ વિકસા દિન નિમિત્તે શ્રેષ્ઠ કોરોના વોરિયર્સ અને 100 ટકા રસીકરણ કરેલા ગામોનું સન્માન કરાશે.
  • શહેરી જન સુખાકારી દિવસે રાજ્યના મહાનગરો-નગરોને કુલ રૂપિયા 5855 કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહર્ત અને ગ્રાન્ટ વિતરણનો લાભ અપાશે.
  • "વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રાજપીપળા ખાતે બિરસામુંડા આદિવાસી યુનિવર્સીટીનુ ખાતમુર્હુત કરાશેઃ 3000 આવાસોના હુકમો અપાશે તેમજ 20000 આદિવાસીઓને સહાય વિતરણ કરાશેઃ 5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાશે, અલગ અલગ થીમ પર થશે ઉજવણી.

“પાંચ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ સૌનો વિકાસના” હેઠળ રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani)અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ સૌનો વિકાસના” હેઠળ રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજાશે. સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત યોજનાઓનો વ્યાપ રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને આ કાર્યક્રમમાં સહભાગી થવા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી(Vijay Rupani)એ નિમંત્રણ પાઠવ્યું છે.

કોરોના ગાઈડલાઇન્સથી થશે ઉજવણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani)એ તાજેતરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં જાહેર કાર્યક્રમમાં 400 લોકોને ભેગા કરવાની મંજૂરી આપી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે.

1 ઓગસ્ટ : જ્ઞાન શક્તિ દિવસ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani)ની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 1 ઓગસ્ટના રોજ ‘જ્ઞાન શક્તિ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યની 100 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા 51 ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ 151 કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 135 કરોડના ખર્ચે 3659 શાળાઓના તૈયાર થયેલા 12 હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો-કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ હવેથી અપાશે સહાય : રાજ્ય સરકાર

નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાશે

રૂપિયા 95 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1050 શાળાના ઓરડાઓ, રૂપિયા 10 કરોડ 26 લાખના ખર્ચે તૈયાર થયેલા 71 પંચાયત ઘર, રૂપિયા 4 કરોડ 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂપિયા 35 કરોડના ખર્ચે નિર્મિત 256 માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે. શોધ યોજના અંતર્ગત 1000 પી.એચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 2008 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે.

2જી ઓગસ્ટે ‘સંવેદના દિવસ’ની ઉજવણી

‘સંવેદના દિવસ’ ની ઉજવણી રાજકોટથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani) અને સામાજિક ન્યાય અને અધિકારીતાપ્રધાન ઈશ્વર પરમાર ઉપસ્થિતિમાં કરવામાં આવશે. વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં 433 જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન છે. રાજ્યના 248 તાલુકા અને 156 નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં 29 સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.

પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે

પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે. કોરોના કાળમાં મૃત્યુ પામેલા માતા-પિતાના બાળકો માટે સમાજ કલ્યાણ વિભાગ અને જેએમ ફાઈનાન્સિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં સહાયરૂપ થવાની યોજનાનો શુભારંભ થશે. કોરોના કાળમાં માતા-પિતા બન્ને ગુમાવનાર બાળકો અને તેમના વાલીઓ સાથે મુખ્યપ્રધાન રૂપાણી સહિત જિલ્લા સ્તરે પ્રધાનો ભોજન કરશે.

3જી ઓગસ્ટે ‘અન્નોત્સવ દિવસ’ ની ઉજવણી

“સર્વને અન્ન, સર્વને પોષણ” અંતર્ગત ‘અન્નોત્સવ દિવસ’ની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી (Vijay Rupani)અને અન્ન અને નાગરિક પુરવઠાપ્રધાન જયેશભાઈ રાદડિયા પણ જોડાશે. વડાપ્રધાન મોદી પાંચ જિલ્લાઓના 5 વ્યાજબી ભાવોની દુકાન પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.

આ પણ વાંચો- કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1250 કરોડ ફાળવ્યા

સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 8 લાખ 50 હજાર લોકો સહભાગી થશે

સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં 17 હજારથી વધુ વ્યાજબી ભાવોની દુકાનો, શાળાઓ અને ગ્રામ પંચાયતો પરથી અંદાજિત 4 લાખ 25 હજાર લાભાર્થીઓને 15 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત 72 લાખ પરિવારોને (3.5 કરોડની વસ્તી) વ્યક્તિદીઠ 5 કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 8 લાખ 50 હજાર લોકો સહભાગી થશે.

'નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજયની એક લાખથી વધુ બહેનોને બેન્ક ધિરાણ પણ અપાશે

નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વિભાવરી દવે વડોદરાથી શુભારંભ કરાવશે. જેમાં શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળીને કુલ 108 જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં 5000 અને ગ્રામ્ય વિસ્તારમાં 5000 આમ કુલ 10 હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે.

143 આંગણવાડીના ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે

તદ્ઉપરાંત મુખ્યપ્રધાનના હસ્તે 200 આંગણવાડીનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડીના ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે. ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજયની એક લાખથી વધુ બહેનોને બેન્ક ધિરાણ પણ અપાશે, જેમાં વ્યાજની રકમ રાજ્ય સરકાર ભોગવશે.

5 ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ ઉજવાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani) તેમજ કૃષિપ્રધાન આર.સી.ફળદુ 5મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે 121 સબ સ્ટેશન તેમજ 561 ફીડર દ્વારા 1400 ગામોના આશરે 1,18,000 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે. તદઉપરાંત રૂપિયા 79 કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે.

6 ઓગસ્ટે રોજગાર દિવસ’ ઉજવાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani), ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે 6 ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ થશે. ‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ 50 હજાર યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરાશે. આ દિને ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલની શરૂઆત થશે.

7 ઓગસ્ટે વતનપ્રેમ યોજનાનો શુભારંભ થશ

દેશના ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani) , નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ મહાત્મા મંદિર, ગાંધીનગરથી કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ દિવસે વતનપ્રેમ યોજનાનો શુભારંભ થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂપિયા 382 કરોડના 25 હજાર આવાસોનું લોકાર્પણ અને રૂપિયા 703 કરોડના 46 હજાર આવાસનું ખાતમૂહુર્ત થશે. ITIના રૂપિયા 245 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે.

રૂપિયા 3906 કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે

આ દિવસે રૂપિયા 489 કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂપિયા 465 કરોડના બ્રિજનો લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(EWS/LIG સહિત)ના નિર્માણ પામેલા રૂપિયા 323 કરોડના 5170 આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે. વિકાસ દિવસે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 255 કરોડના 151 બસો, 5 બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે. બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂપિયા 153 કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કરાશે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂપિયા 23 કરોડના બે બ્રિજનું લોકાર્પણ થશે. આમ કુલ આશરે રૂપિયા 3906 કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે.

8 ઓગસ્ટે ‘શહેરી જન સુખાકારી દિન’ ઉજવાશે

8મી ઓગસ્ટ રવિવારે ‘શહેરી જન સુખાકારી દિન’ ઉજવાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) તેમજ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂપિયા 5,855 કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સહાય વિતરણ થશે. શહેરીજન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રાજયની 08 મહાનગર પાલિકાઓ અને 156 નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા 1000 કરોડના ચેકનુ વિતરણ કરાશે.

ગ્રીન સીટી સુરતને રૂપિયા 38 કરોડની ચુકવણી થશે

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા રૂપિયા 1388 કરોડના 551 કામોના લોકાર્પણ અને ખાતમૂર્હૂત થશે. વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદને રૂપિયા 3 હજાર કરોડની રકમની સૈદ્ધાંતિક મંજુરી, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટની રૂપિયા 328 કરોડની ગ્રાન્ટ, નગરપાલિકાઓમાં રૂપિયા 100 કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગ્રીન સીટી સુરતને રૂપિયા 38 કરોડની ચુકવણી થશે. આ દિવસે રાજ્યના 8 મહાનગરપાલિકામાં તેમજ 32 જિલ્લામાં એક એમ કુલ 40 જેટલા કાર્યક્રમો યોજાશે.

9 ઓગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવાશે

9મી ઓગસ્ટ સોમવારના રોજ ગુજરાતભરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ ઉજવાશે. આ અંતર્ગત આદિવાસી 53 તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વનપ્રધાન ગણપતસિંહ વસાવા રાજપીપળા(નર્મદા)થી કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ દિવસે 5 લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂપિયા 80 કરોડની ચુકવણી થશે.

આ પણ વાંચો- ગુજરાતને ભેટઃ આર્યુવેદીક ચિકિત્સાનો વ્યાપ વધશે, ITRA અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા

બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે

બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતી આવાસ યોજના હેઠળ 2000 આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ 1000 આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ 20,000 લાભાર્થીઓને રૂપિયા 56 કરોડની સહાયનું વિતરણ કરાશે. રૂપિયા 355 કરોડના ખર્ચે 149 કામોનું લોકાર્પણ અને રૂપિયા 462 કરોડના ખર્ચે 37 કામોનું ખાતમુહર્ત એમ કુલ 817 કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.