- 1.5 વર્ષ પહેલાં GPSC પરીક્ષા પાસ
- હજુ નોકરી નહીં
- વિભાગ દ્વારા નથી લેવામાં આવતો યોગ્ય નિર્ણય
- હવે ઉમેદવારો આંદોલનના માર્ગે
ગાંધીનગર : વર્ષ 2018માં GPSC પાસ કરેલા ઉમેદવારો અને શિક્ષણ વિભાગ દ્વારા હજી સુધી નોકરીના હુકમો આપવામાં આવ્યા નથી. જ્યારે આ બાબતે GPSC પાસ થયેલા ઉમેદવાર દિવ્યરાજસિંહ ઝાલા etv ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં દોઢ વર્ષથી અમે GPSC શિક્ષણ વિભાગના ધક્કા ખાઈ રહ્યા છીએ. અમે GPSC પરીક્ષા પાસ કરી દોઢ વરસ થઇ ગયું હોવા છતાં પણ અમને વિભાગ દ્વારા એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં નથી આવી રહ્યો. આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોર્ટ કેસ હતો અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ કોર્ટ કેસ કર્યો હતો, ત્યારે અમે ખાનગી વકીલ રાખીને કોર્ટમાંથી સ્ટે પણ ઉઠાવ્યો છે. જ્યારે હાઈકોર્ટનો હુકમ હોવા છતાં પણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી રહી જ્યારે કોર્ટ દ્વારા એવો પણ હુકમ આપવામાં આવ્યો છે કે જે પણ કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ છે તેમને નુકસાન ન થાય તેવી રીતે ધ્યાનમાં લઈને GPSC પાસ કરેલા ઉમેદવારોને પણ નોકરી રાખવા હુકમ કર્યો છે. જ્યારે અમને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ વિરુદ્ધ કોઈ દ્વેષભાવ નથી પરંતુ અમને પણ નોકરી મળવી જોઈએ. જ્યારે આ ઉમેદવારો કે GPSC પાસ કરેલું છે તેઓએ પાસ થયા બાદ પોલીસ વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. ફક્ત એપોઇન્ટમેન્ટ લેટર લઈને પ્રક્રિયા બાકી હોવાનું નિવેદન ઉમેદવાર દિવ્યરાજસિંહ ઝાલાએ આપ્યું હતું.
- વધુ સારી સરકારી નોકરી માટે પહેલાંની સરકારી નોકરી પણ છોડી દીધી
ઉમેદવાર ઝાલાએ જણાવ્યું હતું કે, અમુક ઉમેદવારોએ GPSC પરીક્ષા પાસ થયા બાદ સરકારી નોકરી મેળવવા માટે ખાનગી જગ્યાએથી રાજીનામું આપી દીધું હતું જ્યારે અમુક ઉમેદવારોએ સરકારી નોકરીમાંથી પણ રાજીનામુ આપ્યું છે. આમ, સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારોએ સરકારી નોકરી પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે તમામ ઉમેડવારોને ન્યાય મળે તે માટે હવે સરકાર વિરુદ્ધ છેલ્લા 15 દિવસ થી આંદોલન પણ કરી રહ્યા છે. ત્યારે આંદોલન અને રજૂઆત બાદ સરકાર ઉમેદવારો બાબતે કઈ રીતનો નિર્ણય લેશે તે જોવું રહ્યું..
ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ