- શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સમક્ષ રજુઆત કરવા જતા ઉમેદવાર થયો બેભાન
- ઉમેદવારો શિક્ષકની ભરતી બાબતે રજૂઆત કરવા ગયા હતા
- વર્ષ 2017 પછી કોઇજ પ્રક્રિયા હાથ ધરાઇ નથી
ગાંધીનગર: ઉમેદવારોના આગેવાન ધર્મેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી બાબતે(Recruitment of teachers by the government) ત્રણ-ત્રણ વખત જાહેરાતો કરવામાં આવી છે. જેમાં બે વખત રાજ્યના પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(Former Education Minister Bhupendrasinh Chudasama) દ્વારા પણ ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ દિવાળી પહેલાં નવા સરકારના નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી(Education Minister Jitu Waghani)એ પણ શિક્ષકોની ભરતી બાબતે જાહેરાત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી કોઇ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે શિક્ષણ પ્રધાને રજૂઆત કરવા માટે તમામ ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા હતા.
વર્ષ 2017 બાદ કોઈ પ્રક્રિયા હાથ ધરાઇ નથી
ધર્મેન્દ્રસિંહ ચૌહાણે સરકાર સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2017 બાદ રાજ્ય સરકાર દ્વારા એક પણ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી તેમજ છેલ્લા ચાર વર્ષથી ભરતી પ્રક્રિયા અટકી પડી છે જેથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
કેવી હોય છે પ્રક્રિયા
શિક્ષણ વિભાગ દ્વારા ટેટ-૧નાં ઉમેદવાર અને એક જાહેર પરીક્ષા લેવામાં આવે છે આ જાહેર પરીક્ષા બાદ એક ખાસ પ્રકારનું મેરિટ તૈયાર કરવામાં આવે છે. જે મેરીટના આધારે સૌપ્રથમ રહેલા ઉમેદવારોને રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આમ જે મેરીટ માં પ્રથમ ક્રમ હોય તે ઉમેદવારોને નોકરીમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવી છે.
આ પણ વાંચો : કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીની મહત્વની જાહેરાત અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા કરાશે શરૂ
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશતા આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો એન્ટ્રી નહીં મળે