ગાંધીનગર : અમેરિકા- કેનેડા બોર્ડર ક્રોસ કરવા દરમિયાન -35 ડીગ્રીમાં બોર્ડર ક્રોસ કરતી દરમિયાન 4 ગુજરાતીના મૃત્યુ (Canada-US Border Gujarati Family Death) નીપજ્યાં છે. જે બાબતે કેન્દ્રીય વિદેશપ્રધાન એસ.જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તમામ 4 મૃતકો (Gandhinagar Family Dead in Canada ) ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતકની કલોલમાં કપડાંની દુકાન હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
-
Shocked by the report that 4 Indian nationals, including an infant have lost their lives at the Canada-US border. Have asked our Ambassadors in the US and Canada to urgently respond to the situation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shocked by the report that 4 Indian nationals, including an infant have lost their lives at the Canada-US border. Have asked our Ambassadors in the US and Canada to urgently respond to the situation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2022Shocked by the report that 4 Indian nationals, including an infant have lost their lives at the Canada-US border. Have asked our Ambassadors in the US and Canada to urgently respond to the situation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2022
35 ડીગ્રીમાં કરી રહ્યાં હતાં બોર્ડર ક્રોસ
મળતી માહિતી પ્રમાણે કેનેડામાં ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ દરમિયાન જ કેનેડા યુએસ બોર્ડર પર ચાર વ્યક્તિઓ કે જેઓ બોર્ડર ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે ઠંડીના કારણે તેમનું (Gandhinagar Family Dead in Canada) મૃત્યુ થયું છે. પ્રાથમિક માહિતી અને સૂત્ર પરથી મળતી માહિતીના મુજબ મૃતકોમાં પતિપત્ની સાથે 12 વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો (Canada-US Border Gujarati Family Death) હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મૃતકો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઢીગુચા નવા ગામના હોવાનું સામે આવ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મૃતક જગદીશ પટેલ વિદ્યાલયમાં તરીકે ફરજ બજાવતા હતાં ત્યારે તેમના પત્ની વૈશાલી પટેલ, દીકરી ગોપી અને ત્રણ વર્ષના પુત્ર ધાર્મિક પટેલનો મૃતકોમાં સમાવેશ થાય છે.
સત્તાવાર અમારી જોડે કઇ આવ્યું નથી : કુલદીપ આર્યા
આ બાબતે ગાંધીનગર કલેકટર કુલદીપ આર્યએ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે હજી સુધી અમારી જોડે સત્તાવાર (Canada-US Border Gujarati Family Death) કોઈ પણ પ્રકારની માહિતી આવી નથી અને કેન્દ્ર સરકાર સાથે પણ કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. જ્યારે મીડિયા રિપોર્ટના આધારે આ ચાર મૃતકો (Gandhinagar Family Dead in Canada) હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ રાજપીપળાના યુવાનોને કેનેડા લઈ જવાના બહાને 49 લાખની છેતરપિંડી
4 દિવસથી પરિવાર ગુમ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પરિવાર કેનેડાના વિઝા લઈને ભારતથી કેનેડા ગયા હતાં અને છેલ્લા 5 દિવસથી પરિવારનો કોઈ સંપર્ક નથી. જેથી કલોલ પોલીસ સ્ટેશનમાં મિસિંગનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કલોલના ઢીંગુંચા ગામના 4 વ્યક્તિનું બોર્ડર ક્રોસ (Gandhinagar Family Dead in Canada) કરતી દરમિયાન -35 ડીગ્રીમાં ઠંડીના કારણે મૃત્યુ (Canada-US Border Gujarati Family Death) થયું હોવાની અરજી પણ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. જ્યારે કલોલ સિટીમાં તેમની કપડાંની દુકાન હોવાની વાત સામે આવી છે.
પડીયલનો એજન્ટ હોવાની વાત ?
અમેરિકા અને કેનેડાની બોર્ડર (Canada-US Border Gujarati Family Death) પર -35 ડિગ્રીની વચ્ચે બોર્ડર ક્રોસ કરવા દરમિયાન 7 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જેમાંથી 4 લોકો ગાંધીનગર જિલ્લાના (Gandhinagar Family Dead in Canada)હોવાનું સામે આવી ગયું છે. ત્યારે 4 લોકો પડીયલના એજન્ટ મારફતે કેનેડા ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદઃ કેનેડા મળવા બોલાવી યુવકનો બિભત્સ વીડિયો બનાવ્યો, 1.10 લાખ પડાવી લીધા