ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સાપ્તાહિક ઉજવણીની શરૂઆત 25 ડિસેમ્બરથી જ કરી લેવામાં આવી છે. પરંતુ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પ્રધાનની હાજરીમાં કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે સવારે તમામ પ્રધાનો સુશાસન દિનની (Ministers busy celebrating Good Governance Day) ઉજવણીમાં વ્યસ્ત હોવાના કારણે આજે બુધવારે સાંજે 5:30 વાગ્યે કેબિનેટ બેઠક (Cabinet Meeting Today) યોજાશે.
ઓમિક્રોન મુદ્દે થશે ચર્ચા
કેબિનેટ બેઠકમાં મુદ્દાની વાત કરવામાં આવે તો રાજ્યમાં જે રીતે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોના વાયરસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 47 જેટલા કેસો જોવા મળી રહ્યા છે, ત્યારે આ કેસમાં હજુ પણ સદંતર વધારો ન થાય તેને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવશે.
કોરોનાના સંક્રમણને કાબૂમાં રાખવાની સૂચના આપવામાં આવી
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને મ્યુનિસિપલ કમિશ્નર વચ્ચે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાના સંક્રમણને કાબૂમાં રાખવાની પણ સૂચના રાજ્ય સરકાર તરફથી તમામ જિલ્લા કલેક્ટરોને અને મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવી છે. આ બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
શાળા મુદ્દે અને અભ્યાસ મુદ્દે થશે ચર્ચા
રાજ્યમાં જે રીતે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં શાળાઓ બંધ કરવી કે યથાવત રાખવી તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. વાલી મંડળ દ્વારા શાળાઓ બંધ રાખવાની માંગ કરવામાં આવી રહી છે. જ્યારે વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
વાલી મંડળ દ્વારા અભ્યાસક્રમ ઓછો કરવાની માંગ
રાજ્ય સરકારે અગાઉ પણ સ્પષ્ટતા કરી હતી કે 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારના અભ્યાસક્રમ ઓછો કરવામાં નહીં આવે, ત્યારે અનેક વાલી મંડળ દ્વારા પણ અભ્યાસક્રમ ઓછો કરવાની માંગ કરવામાં આવી છે અને શિક્ષકો દ્વારા અભ્યાસક્રમ પૂરો નહીં કરી શકાય તેવી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે આજે બુધવારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને અમુક નિર્ણય લેવાઈ શકે તેવી શક્યતાઓ છે.
બાળકોના રસી અને બુસ્ટર ડોઝ બાબતે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકો અને 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કઇ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને રસી કેવી રીતે આપશે તે બાબતનું પણ પ્રેઝન્ટેશન આજે બુધવારે કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
આ પણ વાંચો: કેબિનેટ બેઠક : વાઈબ્રન્ટ 2022 અને માવઠા આર્થિક સહાય બાબતે થશે ચર્ચા
આ પણ વાંચો:કેબિનેટ બેઠકમાં વાહવાહી, 5 વર્ષની ઉજવણીનો હિસાબ સરકારે કર્યો રજૂ