- સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાતી કેબિનેટ બેઠક રદ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ નેતાઓ વ્યસ્ત
- પાર્લામેન્ટ્રી બેઠક હોવાથી કેબિનેટ બેઠક રદ
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક બુધવારે નહીં યોજાય. બુધવારે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ હોવાના કારણે બેઠક રદ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ અંગેની ચર્ચાઓ બાદ આખરી ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવશે.
![બીજી વખત કેબિનેટ બેઠક રદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-07-cabinet-cancelled-photo-story-7204846_09022021172335_0902f_02536_651.jpg)
પાર્લમેન્ટરી બોર્ડનો બુધવારે અંતિમ દિવસ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના નામને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે 10 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ છે. ત્યારે 9 ફેબ્રુઆરીના રોજ સુરત અને દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાના ઉમેદવારો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. હવે અંતિમ દિવસે સૌરાષ્ટ્ર ઝોનની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. પાર્લામેન્ટરી બેઠકમાં ઉમેદવારોના નામ અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવે છે. 10 ફેબ્રુઆરીના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ છે, ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ પક્ષ દ્વારા સત્તાવાર રીતે નગરપાલિકા તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
વિરોધનો શૂર ?
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ઉમેદવારી માટે ત્રણ નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ નિયમ હેઠળ કોર્પોરેશન વિસ્તારમાં અનેક વર્તમાન કોર્પોરેટરના પત્તા કપાઇ ગયા હતા અને વિરોધનો સુર પણ અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા અને જામનગરમાં જોવા મળ્યો હતો. ત્યારે હવે જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપમાં વિરોધનો સૂર ઉઠી શકે છે.