- ગુજરાતના ગામડે ગામડે પહોંચશે યોગ
- જિલ્લા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા યોગ ગુરૂ
- વર્ષ 2022 સુધીમાં રાજ્યના 18000 ગામડાઓમાં પહોંચશે યોગ
ગાંધીનગરઃ શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ અને કસરત મહત્વની છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં યોગએ દવાનું કામ કરી રહ્યો છે. આમ યોગ ગુજરાતમાં ઘરે ઘરે પહોંચે તે માટે આજે ગાંધીનગર ખાતે યોગ કોચ રિફ્રેશર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃત્તિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન-જન સુધી યોગનો પ્રચાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય તેવી કામગીરી નજીકના સમયમાં કરવામાં આવશે.
રાજ્યમાં જિલ્લા પ્રમાણે યોગ કોચ તૈયાર કરાયા
રાજ્યમાં ગામડે ગામડે સુધી યોગ પહોંચે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા પ્રમાણે યોગ તૈયાર કરવામાં આવ્યા છે. જેને લઈને આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલની અધ્યક્ષતા હેઠળ ઉત્તર ઝોનના કુલ 7 જિલ્લાઓના રિફ્રેશર તાલીમ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બાકી રહેલા અન્ય ઝોનનું કામ આગળના ટૂંક સમયમાં કરવામાં આવશે.
યોગનું ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું
યોગ બાબતે અને આજના કાર્યક્રમ બાબતે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે વર્ષ 2022 સુધીમાં રાજ્યના તમામ ગામડાંઓમાં અને શહેરોમાં યોગ પહોંચે તેવું ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને આજે ઉત્તર ઝોનના કુલ 7 જિલ્લાઓના રિફ્રેશર તાલીમ કોચને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોચ હવે પોતાના જિલ્લામાં જઈને અન્ય જગ્યા પર લોકોને યોગની ટ્રેનિંગ આપવામાં આવશે. આમ વર્ષ 2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં અને તમામ ગામડાઓમાં યોગ પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, આજના કાર્યક્રમ બાબતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્ય પાનું કુમાર ચૌહાણ પ્રકાશભાઈ ટીપરે ચંદ્રસિંહ ઝાલા હીનાબેન પરીખ તેમજ યોગ બોર્ડના યોગથી થતા યોગ સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.