ETV Bharat / city

13 લોકો સામે ફરિયાદ, કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા

બોટાદ જિલ્લાના બરવાળાના (Botad Latthakand Case) રોજીદ ગામે ઝેરી દારૂ પીવાથી 30થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે લઠ્ઠાકાંડ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. જેને લઇને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે (Latthakand Harsh Sanghvi meeting) ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

લઠ્ઠાકાંડના પડઘા : 13 લોકો સામે ફરિયાદ, કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા

author img

By

Published : Jul 26, 2022, 1:30 PM IST

ગાંધીનગર : બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડના કારણે 30થી વધુ (Latthakand death) લોકોના મૃત્યુ થયા છે, ત્યારે બોટાદના પડઘા સીધા ગાંધીનગર (Botad Latthakand Case) પડ્યા હતા. ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષ સ્થાને બોટાદની લઠ્ઠાકાંડ બાબતે હાઈ કમિટીની બેઠક (Latthakand Harsh Sanghvi meeting) યોજવામાં આવી હતી. જે બેઠક બાદ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, સમગ્ર ઘટના બાબતે 24 કલાકની અંદર તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે અત્યારે 13 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

કેમિકલ સપ્લાય કરનારની કરાઈ ધરપકડ : DGP આશિષ ભાટીયા

કેમિકલ સપ્લાયરની ધરપકડ - રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, જે જગ્યાએથી દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સપ્લાય કરવામાં આવ્યું હતું તે કેમિકલ સપ્લાયરની પણ ધરપકડ કરી ફરિયાદ નોંધી છે. જ્યારે દસ લોકોને રાઉન્ડ અપ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાંજ સુધીમાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે. જ્યારે મોડી રાતે જ કેમિકલને FLમાં (Mixture of toxic chemicals in Lattha) મોકલી આપવામાં આવ્યું હતું અને તેનો પણ રિપોર્ટ આવ્યો છે. જે રિપોર્ટ વાંધાજનક અનેક પોઝિટિવ હોવાનું નિવેદન પણ રાજ્યના પોલીસવાળા આશિષ ભાટીયા આપ્યું છે.

આ પણ વાંચો : સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મિથાઇલ આવ્યું - લઠ્ઠાકાંડમાં જે લોકોના મૃત્યુ થયા છે તે લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને સૂત્રથી મળતી માહિતી પ્રમાણે બોટાદ લઠ્ઠાકાંડમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મીથાઈલ આલ્કોહોલ હોવાનું કન્ટેન્ટ પણ સામે આવ્યું છે. તેને લઈને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓએ આ બાબતની ચર્ચા કરી છે. જ્યારે આ બેઠકમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ નરસિંહમાં કોમર અને નીરજા ગોતરું પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : કેજરીવાલે કર્યા સોમનાથ દર્શન, લઠ્ઠાકાંડ વિશે પુછતા કહ્યું- "અહિયા રાજનીતિની વાત નહીં"

અનેક વખત લઠ્ઠાકાંડ - બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ મામલે ત્રણ જિલ્લાના અનેક લોકોને અસર થઈ છે, ત્યારે ગુજરાત ATS દ્વારા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે ત્રણ જિલ્લાની પોલીસ સમગ્ર લઠ્ઠાકાંડ બાબતે કામગીરી અને તપાસ કરી રહી છે, ત્યારે અગાઉ પણ રાજ્યમાં અનેક વખત લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવી છે. ભૂતકાળની ઘટના અને વર્તમાનની ઘટનામાં રાજ્ય સરકાર અને પોલીસગીરી વિભાગ કઈ રીતની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.