- સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મતગણતરી
- ભાજપના ઉમેદવાર જયાબેન ઠાકોર વિજેતા
- જિલ્લા પ્રમુખની થઈ હાર
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાનાને આજે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં અડાલજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયાબેન ઠાકોર 4,754 મતથી જીત મેળવી છે. જીત મળતાની સાથે જ જયાબેન ઠાકોર મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, જાહેર જનતાના આશિર્વાદથી ચૂંટણીમાં જીત્યા છે અને આવનારા સમયમાં સામાન્ય જનતાને પડતી તકલીફો અને વધુમાં વધુ ઝડપથી નિવારણ કરી શકાય તેવી રીતના કામ કરીશું. આ સાથે તમામ વિકાસ કામો અને આગળ વધારીશું.
જિલ્લા પ્રમુખની હાર
ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડાભી દહેગામના કડજોદરા ગામમાં ઉમેદવારી નોંધાવી હતી. જેમાં આજે મંગળવારે મતગણતરીના દિવસે તેમની 2000 મતથી હાર થઈ છે. મતદાન સમયે પણ ખાસ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ મતક્ષેત્રની સંવેદનશીલ મતદાન હેઠળ પણ ગણવામાં આવ્યું હતું, ત્યારે આજે મંગળવારે મતગણતરીના દિવસે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીની બે હજાર મતથી હાર થઈ છે.